મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા ખેડૂતોની માંગ પૂરી કરો, હવે ખેડૂતો પૂરા થવાની તૈયારીમાં છે: મોરબીના જેતપર ગામે યોજાયેલ ડાયરાના મંચ ઉપરથી હકાભા ગઢવીની સરકારને વિનંતી મોરબીના બંધુનગર નજીક ચક્કર આવતા નાલામાં પડી ગયેલ યુવાનનું મોત મોરબીના ખાખરાળા ગામ પાસે ટ્રક ટ્રેલરની સાથે ટ્રક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં પગ કપાઈ જવાથી યુવાનનું મોત અપમૃત્યુના 3 બનાવ: ટિંબડી નજીક યુવાને ફાંસો ખાઈને કર્યો આપઘાત, શોભેશ્વર રોડે શોર્ટ લગતા યુવાનનું મોત, ટંકારાને મિતાણા નજીક કૂવામાં પડી જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી તાલુકામાં ડ્રોનથી ખેતરમાં દવાના છંટકાવ !


SHARE











મોરબી તાલુકામાં ડ્રોનથી ખેતરમાં દવાના છંટકાવ !

કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેતીમાં વધુમાં વધુ ટેક્નોલીજીનો ઉપયોગ કરીને ઓઢી મહેનતે ખેડૂતો સારી આવક કરી શકે તેના માટે સંશોધન કરવામાં આવતા હોય છે ત્યારે આગામી દિવસોમાં ડ્રોનની મદદથી ખેતરમાં દવાનો છંટકાવ કરી શકયા તે માટે મોરબી તાલુકામાં ડ્રોનથી ખેતીના પાકમાં દવાના છંટકાવનું નિદર્શન કરવામાં આવ્યું હતું

મોરબીમાં આવેલા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ગરુંડા કંપની ચેન્નઈ દ્વારા ડ્રોનથી ખેતીમાં દવાનો છટકાવ કઈ રીતે કરી શકાય તેનું નિદર્શન રાખવામા આવ્યું હતું ત્યારે મોરબી અને વાંકાનેર તાલુકાના ખેડૂતો ત્યાં હાજર રહ્યા હતા અને ડ્રોનથી ખેતી પાકમાં દવાનો છટકાવ કેવી રીતે કરી શકાય તેની માહિતી કેન્દ્રના વૈજ્ઞાનિક ડો. જીવાણી તથા ડી.એ. સરડવાએ આપી હતી અને હેતલબેન મણવાર સહિતના સ્ટાફે કાર્યક્રમ સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી અત્રે ઉલેખનીય છે કે, સામાન્ય રીતે ખેડૂતોને પોતાની ખેતીમાં દવા છટકાવ કરવામાં ઘણી તકલીફ સહન કરવી પડે છે જો કે, ડ્રોનથી દવા છાંટવામાં આવે તો ખેડૂતોને ઝેરી અસર સહિતની પીડામાથી મુક્તિ મળે તેમ છે 






Latest News