મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના કોયલી ગામે ફીનાઇલની ગોળીઓ પી જતાં પરણીતાને સારવારમાં ખસેડાઇ


SHARE







મોરબીના કોયલી ગામે ફીનાઇલની ગોળીઓ પી જતાં પરણીતાને સારવારમાં ખસેડાઇ

મોરબી તાલુકાના કોયલી ગામે રહેતી પરણીતાએ કોઈ કારણોસર પોતાના ઘરે ફીનાઇલની ગોળીઓ પી લીધી હતી જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને મહિલાને હોસ્પિટલમાં સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના કોયલી ગામે રહેતા રાજલબેન માણસુરભાઈ ગોગરા જાતે બોરીચા (૨૫) એ કોઈ કારણોસર પોતાની જાતે પોતાના ઘરે હતા ત્યારે ફીનાઇલની ગોળીઓ પી લીધી હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં મહિલાને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં આ બનાવની આગળની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના વિજયભાઈ ડાંગર ચલાવી રહ્યા છે અને પોલીસ સુત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે પરણીતાનો લગ્ન ગાળો ચાર વર્ષનો છે અને તેને બે સંતાન હોવાનું હાલમાં સામે આવ્યું છે જોકે તેને કયા કારણોસર ફીનાઇલની ગોળીઓ પી લીધી હતી તે દિશામાં હવે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે

અકસ્માતમાં ઇજા
મોરબીના ભડિયાદ રોડ ઉપર આવેલ ભડિયાદ ફાટક પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા ઈડ્રોદા જશુભાઇ સમભાઈ (૫૨) ને ઇજા થઈ હતી જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પીટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી હતી






Latest News