મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી નજીક ચાર વાહનોનો વિચિત્ર અકસ્માત: બે વ્યક્તિને ઇજા, જેસીબીના ચાલક સામે ગુનો નોંધાયો


SHARE







મોરબી નજીક ચાર વાહનોનો વિચિત્ર અકસ્માત: બે વ્યક્તિને ઇજા, જેસીબીના ચાલક સામે ગુનો નોંધાયો

મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ સનાળા ગામ પાસે વોટરપાર્કની સામેના ભાગમાં જેસીબીના ચાલકે ડિવાઈડરની કટમાં પોતાનું વાહન અચાનક વાળી લીધું હતું અને સામેથી આવતી કિયા કાર સાથે જેસીબીને અથડાવ્યું હતું જેથી કિયા કારની પાછળ ક્રેટા અથડાઈ હતી તેમજ કિયા કાર ડબલ સવારી બાઈક સાથે અથડાતા બાઇક ચાલક તથા તેની સાથે બાઈકમાં બેઠેલ વ્યક્તિને માથામાં અને શરીરે ઇજા થઇ હતી જેથી કરીને તે બંનેને સારવારમાં લઈને આવ્યા હતા અને બાઈક ચાલકે હાલમાં જેસીબીના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સનાળા ગામ પાસે આવેલ સંગમ વોટરપાર્ક સામેના ભાગમાં રોડ ઉપર ડિવાઈડરની કટમાંથી જેસીબી નંબર જીજે ૩૬ એસ ૭૫૭૧ નો ચાલક પોતાનું વાહન અચાનક વાળી લેતા સામેથી આવતી કિયા કાર સાથે તેણે જેસીબી અથડાવ્યું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને કિયા કારની પાછળના ભાગમાં ક્રેટા કાર અથડાઈ હતી તેમજ કિયા કાર ત્યાંથી પસાર થતા ફરિયાદી જયભાઈ નીલભાઈ જાની જાતે બ્રાહ્મણ (૪૧) રહે. વાઘપર શેરી નં-૧૦ મોરબી વાળાના ડબલ સવારી બાઈક સાથે અથડાઈ હતી જેથી કરીને ફરિયાદી યુવાન તથા તેની સાથે બાઈકમાં બેઠેલ વ્યક્તિને માથામાં તથા પગમાં ફ્રેક્ચર જેવી ઇજાઓ થઈ હતી જેથી કરીને ઈજાગ્રસ્તોને સારવારમાં લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જેસીબીના ચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બાઇક સ્લીપ

મોરબી તાલુકાના આમરણ ગામે રહેતા અમિતભાઈ ભીખાભાઈ પરમાર (૩૮) મોરબીના બગથળા ગામથી માણેકવાડા ગામ તરફ જવાના રસ્તા ઉપર પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર તેનું બાઇક સ્લીપ થઈ જતા અમિતભાઈ રસ્તા ઉપર નીચે પટકાયા હતા જેથી કરીને તેને માથાના ભાગે ઇજા થઈ હોવાથી તાત્કાલિક તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવમાં ઈજા પામેલા યુવાનને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના અર્જુનસિંહ ઝાલા ચલાવી રહ્યા છે






Latest News