મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત વાંકાનેરના જોધપર ગામે બે મહિલાઓને દંપતિએ પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

સાળંગપુર ધામેથી દિલ્હી જતી સનાતન જ્યોત યાત્રાનું મોરબીમાં ઠેરઠેર સ્વાગત


SHARE







સાળંગપુર ધામેથી દિલ્હી જતી સનાતન જ્યોત યાત્રાનું મોરબીમાં ઠેરઠેર સ્વાગત

સાળંગપુર ધામેથી દિલ્હી જવા નીકળેલ હિન્દુ રાષ્ટ્ર માટેની સનાતન જ્યોત યાત્રાનું મોરબીમાં ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાતા હતા અને વિશ્વ હિંદુ પરિષદ સહિતના હિન્દુ સંગઠનના આગેવાનો, હોદેદારો સહિતના હાજર રહ્યા હતા અને આ રથયાત્રામાં મહાબલી હનુમાનજી મહારાજની ૧૧ ફુટ વિશાળ ગદાના દર્શનનો લાભ મોરબીની જનતાએ લીધો હતો

શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુર ખાતેથી પ્રસ્થાન થઈને સમગ્ર ભારતમાં હિન્દુ રાષ્ટ્ર સનાતન ધર્મ પ્રત્યે વિશ્વને યુવા પેઢીને જાગૃત કરવા પરિભ્રમણ માટે હનુમાનજી મહારાજની મહાકાય ૧૧ ફૂટની ગદા સાથે હિન્દુ રાષ્ટ્ર સનાતન જ્યોત યાત્રા તા. ૩/૫ ને બુધવારે સવારે મોરબી આવી હતી ત્યારે રથનું સ્વાગત અને પૂજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ રથયાત્રા મોરબીના રાજમાર્ગો ઉપરથી નીકળી હતી જેમાં હિન્દુ સ્નાતની ધર્મ પ્રેમી ભાઈઓ સહિતના લોકો જોડાયા હતા આ યાત્રા મહારાણા પ્રતાપ સર્કલરીલીફનગરઉમા ટાઉનશીપનટરાજ ફાટકમયુરપુલ ઉપર થઇને દરબારગઢગ્રીનચોકનગરદરવાજા ચોકશાક માર્કેટજેઈલ રોડવાઘપરા મેઈન રોડસીતારામ ચોકરવાપર રોડનરસંગ ટેકરીરવાપર ચોકડીઅવની ચોકડીઉમિયા સર્કલશનાળા રોડ ઉપર થઇને ઉમિયા આશ્રમ ખાતે પુરી કરવામાં આવી હતી






Latest News