મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

માળિયા (મિં.) નજીક કચ્છના કુડા ગામનો ગરાસિયા યુવાન ઝેરી દવા પી જતા ગાંધીધામ ખસેડાયો


SHARE







માળિયા (મિં.) નજીક કચ્છના કુડા ગામનો ગરાસિયા યુવાન ઝેરી દવા પી જતા ગાંધીધામ ખસેડાયો

મોરબીના માળિયા મીંયાણા તાલુકામાં ખાખરેચી ગામના પાટિયા પાસે આવેલા પુલ નજીક કચ્છના કુડા ગામનો ગરાસીયા યુવાને ઝેરી દવા પી ગયો હતો જેથી તેને મોરબી અને બાદમાં વધુ સારવાર માટે ગાંધીધામ લઈ જવાયો હોય બનાવ અંગે નોંધ કરીને માળીયા પોલીસે બનાવની આગળની તપાસ હાથ ધરી છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રો તેમજ માળીયા(મિં.) પોલીસ મથકમાંથી મળતી વિગતો મુજબ કચ્છ(ભુજ) ના મુન્દ્રા તાલુકામાં આવેલા કુડા ગામનો રહેવાસી હાર્દિકસિંહ નરેન્દ્રસિંહ ઝાલા નામનો ૩૦ વર્ષીય ગરાસીયા યુવાન મોરબી જીલ્લાના માળિયા મિંયાણા તાલુકાના ખાખરેચી ગામના પાટિયા પાસે આવેલા પુલ નજીક ઝેરી દવા પી જતા તેને મોરબી ખાતેની રાધેક્રિષ્ના હોસ્પિટલે ખસેડાયો હતો જેથી એ ડિવિજન પોલીસ મથકના હેડ કોસ્ટેબલ હમીરભાઇ ગોહિલે પ્રાથમિક તપાસ કરીને બનાવ માળીયા પોલીસ મથકની હદમાં બનેલો હોય માળીયા પોલીસ મથકના રમેશભાઇ ગોહિલને બનાવ અંગે જાણ કરી હતી.વધુમાં મળતી માહિતી મુજબ હાર્દિકસિંહ ઝાલાને મોરબીથી વધુ સારવાર અર્થે બેભાન હાલતમાં ગાંધીધામની સ્ટર્લીંગ હોસ્પિટલ ખાતે ખસેડાયેલ છે.કયા કારણોસર હાર્દિકસિંહે ઉપરોક્ત પગલું ભર્યું તે હાલ તપાસનો વિષય છે.

મારામારીમાં ઇજા

મોરબીના માળીયા હાઈવે ઉપર આવેલ લક્ષ્મીનગર ગામ પાસે રહેતા સુનીલ માંગીલાલ બીશ્નોઇ નામના ૨૯ વર્ષીય યુવાનને ગઈકાલે લક્ષ્મીનગર ગામ પાસે આવેલ નવદુર્ગા હોટલ નજીક થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થતાં સુનિલ માંગીલાલને સારવારમાં સિવિલે ખસેડાયો હતો.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબી નજીક માળીયા હાઈવે ઉપર આવેલ ભરતનગર ગામે રહેતા બાબુલાલ માવજીભાઈ પાંચોટીયા નામના ૫૫ વર્ષિય આધેડ લક્ષ્મીનગર ગામેથી મોરબી બાજુ આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં તેઓનું બાઇક સ્લીપ થઈ જતા ઈજાગ્રસ્ત થયેલા બાબુભાઈ પાંચોટિયાને અત્રે ડો.હેમલ પટેલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવાયા હતા બનાવને પગલે તાલુકા પોલીસે તપાસ હાથ ધરેલ છે.






Latest News