મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ
Breaking news
Morbi Today

માળીયા (મી) મોટા દહીસરા ગામે બેંકના કામે ગયેલા યુવાનનું હાર્ટ એટેકથી મોત


SHARE







માળીયા (મી) મોટા દહીસરા ગામે બેંકના કામે ગયેલા યુવાનનું હાર્ટ એટેકથી મોત

છેલ્લા ઘણા સમયથી યુવાનોને હાર્ટ એટેકના બનાવની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે તેવું કહીએ તો તેમાં જરા  અતિશયોક્તિ નથી તેવામાં મોરબીના રવાપર ઘૂનડા રોડ ઉપર આવેલ કેશવ હાઇટ્સમાં રહેતો યુવાન માળીયા મિયાણા તાલુકાનાં મોટા દહીસરા ગામે બેંકમાં કામે ગયો હતો ત્યારે તેને છાતીમાં દુખાવો અને ગભરામણ થવા લાગી હતી જેથી કરીને તેને સારવારમાં મોરબીની આયુષ હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે યુવાનનું હાર્ટ એટેકથી મોત થયું હોવાનું જાહેર કર્યું હતું જેથી આ બનાવની માળીયા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર ધુનડા રોડ ઉપર આવેલ કેશવ હાઇટસમાં રહેતા શૈલેશભાઇ મગનભાઇ સંઘાણી (૪૪) બેંકામાં કામ હોવાથી તે માળીયા મિયાણા તાલુકાનાં મોટા દહીસરા ગામે આવેલ બેંકમાં ગયા હતા ત્યારે ત્યાં બેંકમાં હતા તે સમયે તેઓને અચાનક જ છાતીમાં દુખાવો અને ગભરામણ થવા લાગી હતી જેથી કરીને તેને સારવારમાં મોરબીની આયુષ હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે યુવાનનું હાર્ટ એટેકથી મોત થયું હોવાનું જાહેર કર્યું હતું જેથી આ બનાવની માળીયા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

ચોરીના ગુન્હામાં આરોપી પકડાયો
મોરબી નજીક આવેલ ટિંબડી ગામના પાટિયા પાસેથી આઇસર ટ્રક ચોરી કરવામાં આવી હતી જે ગુનામાં છેલ્લા છ માસથી નાસતા ફરતા આરોપી રસુલખાન સેજલખાન મોયલા જાતે કુંભાર (૩૬) રહે. હેમાગુડા ભિલોડા વાસઝાલોરરાજસ્થાન વાળાને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે.એલ. ઝાલાએ ધરપકડ કરેલ છે






Latest News