મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ
Breaking news
Morbi Today

મોરબીમાં ભેખડની વાડીમાં રહેતી પરિણીતાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત


SHARE





મોરબીમાં ભેખડની વાડીમાં રહેતી પરિણીતાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

મોરબી શહેરના સનાળા રોડ ઉપર છોટાલાલ પેટ્રોલ પંપની સામેના ભાગમાં આવેલ ભેખડની વાડીમાં રહેતી મહિલાએ કોઈ કારણોસર પોતાની જાતે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેના મૃતદેહને મહિલાનો પતિ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક મહિલાના પતિ દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ ઉપર આવેલ છોટાલાલ પેટ્રોલ પંપની સામેના ભાગમાં આવેલ ભેખડની વાડીમાં રહેતા અને ફેબ્રિકેશનનું કામ કરતા ચંદ્રકાંતભાઈ નરસીભાઇ પરમાર જાતે સતવારા (૨૬) ના પત્ની ચંદ્રિકાબેન પરમાર (૨૩) પોતાના ઘરે હતા ત્યારે ગળાફાંસો ખાઈને આપઘાત કરી દીધો હતો જેથી કરીને મૃતક મહિલાના ડેડબોડીને તેના પતિ ચંદ્રકાંતભાઈ પરમાર મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આપઘાતના આ બનાવ અંગે મૃતક મહિલાના પતિએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી.આર. સોનારા ચલાવી રહ્યા છે જોકે મૃતક મહિલાએ કયા કારણોસર આપઘાત કર્યો છે તે બાબતે હજુ કોઈ કારણ સામે આવ્યો નથી

મારામારીમાં ઇજા
મોરબી શહેરના વિસ્તારમાં આવેલ રોહીદાસપરામાં કબીર આશ્રમ સામે રહેતા નીતિનભાઈ મનસુખભાઈ (૩૧) નામના યુવાનને કૂલીનગરમાં આવેલ મસ્જિદ પાસે મારામારીનો બનાવ બન્યો હતો તેમાં ઈજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને મારામારીના આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવવાની આગળની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના હિતેશભાઈ મકવાણા ચલાવી રહ્યા છે




Latest News