મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ
Breaking news
Morbi Today

મોરબીના લૂંટવાદર પાસે બાઈક સાથે બાઈક અથડાતાં ઇજા પામેલા યુવાન સારવારમાં


SHARE





મોરબીના લૂંટવાદર પાસે બાઈક સાથે બાઈક અથડાતાં ઇજા પામેલા યુવાન સારવારમાં

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લૂંટવાદર ગામ પાસેથી યુવાન બાઇક લઈને પસાર થતો હતો ત્યારે સામેથી આવી રહેલ બાઈક સાથે બાઈક અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ઇજા થવાથી અર્ધબેભાન હાલતમાં યુવાનને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવવી જાણવા મળતી માહિતી મુજબ માળિયા મીયાણા તાલુકાના મોટા દહીસરા ગામે રહેતો વિમલ દેવાભાઈ બાંભવા (૩૩) નામનો યુવાન મોરબીના નવલખી રોડ ઉપર આવેલ મોટા દહીસરા ગામ પાસેથી પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે સામેથી આવેલા બાઇક સાથે તેનું બાઈક અથડાયું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં વિમલને ઇજાઓ થઈ હોવાથી અર્ધ બેભાન હાલતમાં તેને સારવાર માટે મોરબી શહેરના રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવમાં ઈજા પામેલા યુવાનને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ અર્જુનસિંહ ઝાલા ચલાવી રહ્યા હોવાનું જાણવા મળેલ છે

અકસ્માતમાં ઇજા

માળીયા કચ્છ હાઇવે ઉપર આવેલ વિશાલા હોટલ નજીક પેટ્રોલ પંપ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં અંજારના રહેવાસી ઓસમાણ કાસમભાઈ શેખ નામના વ્યક્તિને ઈજા થઈ હતી જેથી ઈજા પામેલ હાલતમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવમાં ઈજા પામેલા વ્યક્તિને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને પ્રથમ જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની વધુ તપાસ માટે માળિયા મીયાણા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે

મારામારીમાં ઇજા

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ સરકારી આવાસ યોજનાના મકાનમાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં બોટાદ જિલ્લાના રાણપુરના રહેવાસી વિજયભાઈ મનુભાઈ પરમાર (૨૦) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વિપુલભાઈ ફુલતરીયા ચલાવી રહ્યા છે




Latest News