ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

હળવદના રાણેપર રોડે બાઈકથી કાવા મારવા બાબતે થયેલ ઝઘડામાં વળતી ફરિયાદ નોંધાઈ


SHARE







હળવદના રાણેપર રોડે બાઈકથી કાવા મારવા બાબતે થયેલ ઝઘડામાં વળતી ફરિયાદ નોંધાઈ

હળવદના રાણેપર રોડ ઉપર રહેતા યુવાનને “તું કેમ તારા મોટર સાયકલને કાવા મારેશ એવું કહીને ગાળો આપી ઝઘડો કર્યો હતો અને ત્યારે ફરિયાદીના માતા, પિતા અને ભાઈ ત્યાં આવી જતા સામેવાળાએ તેના પિતા અને ભાઈને ફોન કરીને બોલાવ્યા હતા જેથી કરીને ત્રણ શખ્સોએ ધોકા વડે ફરિયાદી, તેની માતા અને ભત્રીજાને માર માર્યો હતો જેથી કરીને ઈજાગ્રસ્તોને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને હાલમાં ભોગ બનેલા યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ હળવદના રાણેકપર ગામ બાઈકના કાવા મારવા બાબતે થોડા દિવસો પહેલા મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવ સંદર્ભે અગાઉ એક ફરિયાદ નોંધાઈ હતી જેમાં હાલમાં વળતી ફરિયાદ નોંધાય છે અને તેમાં કલ્પેશભાઈ ઉર્ફે રણછોડભાઈ ઉર્ફે ઘોઘો ચંદુભાઈ બાબરીયા જાતે કોળી (૨૧)એ રાજુભાઈ નવઘણભાઈ ઉડેચા, નવઘણભાઈ ગણેશભાઈ ઉડેચા અને સાગરભાઇ નવઘણભાઈ ઉડેચા રહે. ત્રણેય જૂના રાણેકપર વાળા સામે ફરિયાદ નોંધાવી છે અને જણાવ્યુ છે કે, રાજુભાઈ નવઘણભાઈ ઉડેચાએ તેને ઉભો રાખીને “તું કેમ તારા મોટર સાયકલને કાવા મારેશ એવું કહીને ગાળો આપી હતી અને ઝઘડો કર્યો હતો જેથી કરીને દેકારો થતાં ફરિયાદી કલ્પેશભાઈના માતા, પિતા અને ભાઈ ત્યાં આવી ગયા હતા દરમિયાન આરોપી રાજુભાઈએ ફોન કરીને તેના પિતા અને ભાઈને સ્થળ ઉપર બોલાવતા તે બંને હાથમાં ધોકા લઈને આવ્યા હતા અને ત્યારે નવઘણભાઈએ ફરિયાદીના ભત્રીજા યુવરાજને કપાળના ભાગે માથા ઉપર માર મારીને ઇજા કરી હતી જ્યારે સાગરે ધોકા વડે ફરિયાદીની માતાને કોણીના ભાગે માર મારીને ઈજા કરી હતી જેથી તેઓને સારવારમાં લઈને આવ્યા હતા અને હાલમાં કલ્પેશભાઈ બાબરીયાએ નોંધાવેલ ફરિયાદારે પોલીસે ત્રણેય શખ્સોની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજીવીજ શરૂ કરી છે.

ભલગામમાં મારામારીમાં ત્રણને ઈજા

મોરબીના હળવદ તાલુકામાં આવેલા ભલગામમાં મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં હનુમાન મંદિર પાસે થયેલ મારામારીમાં ઇજાઓ થતા વિજય રમેશભાઈ ઉઘરેજા (૩૨), પ્રભુભાઇ સુરાભાઈ દેત્રોજા (૭૫) અને હરેશ પ્રભુભાઈ દેત્રોજા (૩૦) એમ ત્રણને ઇજાઓ પહોંચતા ત્રણેયને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા જ્યાં સારવાર કરવામાં આવ્યા બાદ બનાવ અંગે હાલ એ ડિવિઝન પોલીસમાં જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા આ અંગે પ્રાથમિક તપાસ કરવામાં આવી રહી હોવાનું અને બનાવ સંદર્ભે હળવદ પોલીસને જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.






Latest News