મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

વાંકાનેરના રાજાવડલા પાસે જુગારની રેડ પડતાં જુગારીઓમાં નાશભાગ: ચાર પકડાયેય, ત્રણ ફરાર


SHARE







વાંકાનેરના રાજાવડલા પાસે જુગારની રેડ પડતાં જુગારીઓમાં નાશભાગ: ચાર પકડાયેય, ત્રણ ફરાર

વાંકાનેર નજીક આવેલ જુના રાજાવડલાની ધાર પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા જુગારીઓમાં નાશ ભાગ મચી ગઈ હતી જોકે પોલીસ સ્થળ ઉપરથી ચાર જુગારીને ઝડપી લઈને તેની પાસેથી રોકડા અને મોબાઈલ ફોન મળીને ૧૭૦૯૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે અને ત્રણ શખ્સો નાસી ગયા હોય તેની સામે પણ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે 

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર નજીક આવેલ જુના રાજાવડલાની ધારના ખુલ્લા પટમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસે ત્યાં જુગારની રેડ કરતા જુગારીઓમાં નાશ ભાગ મચી ગઈ હતી જોકે, પોલીસે સ્થળ ઉપરથી કાસમભાઈ ઉસ્માનભાઈ ખોરજીયા (૪૦), રિઝવાનભાઈ હુસેનભાઇ કડીવાર (૨૬), ફિરોજભાઈ હસનભાઇ ખોરજીયા (૩૨) અને વાહીદભાઈ ઉર્ફે ઈલીયાશ અમીનભાઈ વડાવિયા (૩૫) ની રોકડા રૂપિયા ૧૨૦૯૦ અને ૫૦૦૦ નો મોબાઈલ આમ કુલ મળીને ૧૭૦૯૦ ની કિંમતના મુદ્દા માલ સાથે ધરપકડ કરેલ છે જોકે પોલીસને જોઈને રફીક હાજી ભગત, શાહબુદ્દીન રાઠોડ અને ઈરફાન ઉર્ફે ઢગો રસુલભાઈ રહે, ત્રણેય જુના રાજા વડલા વાળા નાસી ગયા હોય પોલીસે તેની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

એક બોટલ દારૂ

મોરબી શહેરના અયોધ્યાપુરી મેઇન રોડ ઉપર આવેલ જલારામ મંદિરથી આગળના ભાગમાં બાઇક લઈને પસાર થયેલા શખ્સને પોલીસે રોકીને ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હોય પોલીસે બાઈક નંબર જીજે ૩૬ એબી ૯૮૯૪ જેની કિંમત ૨૫૦૦૦ રૂપિયા તથા ૩૦૦ ની કિંમતની દારૂની બોટલ આમ કુલ મળીને ૨૫૩૦૦ ના મુદ્દામાલ સાથે ધર્મેશભાઈ રમેશભાઈ સોલંકી જાતે વાણંદ (૩૦) રહે. સનાળા બાયપાસ આનંદનગર મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી અજયસિંહ બળવંતસિંહ ઝાલા રહે. સનાળા રોડ ગુજરાત હાઉસિંગ બોર્ડ મોરબી વાળાનું નામ સામે આવ્યું હોય તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે






Latest News