મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

ટંકારાની મહર્ષિ દયાનંદ વિવિધલક્ષી વિધાલયના આચાર્યનો નિવૃતિ વિદાય સમારોહ યોજાયો


SHARE







ટંકારાની મહર્ષિ દયાનંદ વિવિધલક્ષી વિધાલયના આચાર્યનો નિવૃતિ વિદાય સમારોહ યોજાયો

શિખામણ નહી પરંતુ સહિયારા પ્રયાસો થકી ટંકારા શિક્ષણ જગતમાં બાળકોનું ધડતર અને ભણતર કરવામાં બે દશકાઓ કમર કસી છે એવા એલ.વી. કગથરા વય મર્યાદાના લીધે નિવૃત થતાં તેનો શાળામાં વિદાય સમારોહ યોજાયો હતો તેઓએ આચાર્ય સંધના જીલ્લા પ્રમુખ, પરીક્ષા સમિતિના પ્રમુખ, જિલ્લા કર્મચારી ગ્રાહક ધિરાણ સમિતિના પ્રમુખ સાથે વિધાર્થીના વાહ્લસોયા તરીકે ઉમદા ફરજ અદા કરી હતી. આ વિદય સમારોહમાં ગુરૂકુલના આચાર્ય  રામદેવજી, જિલ્લા પ્રા.શિ.અધિકારી પ્રવીણ અંબારિયાના, જિલ્લા આચાર્ય સંઘના વર્તમાન પ્રમુખ સરસાવડીયા, ઉપપ્રમુખ એન.એચ. દેથરીયા, મહામંત્રી સંજીવભાઈ જાવિયા, પરીક્ષા સમિતિના અધ્યક્ષ જે.એચ. સંઘવી, રાજ્ય આચાર્ય સંઘ  મહિલા સંગઠન મંત્રી સરોજબેન પટેલ, પૂર્વ બોર્ડ મેમ્બર અમરશીભાઈ ચંદ્રાલા, ટ્રસ્ટીગણના કે.કે.મેરજા, જગદીશ પનારા, જગદીશ કકાસણીયા, હર્ષદરાય કંસારા ટંકારા અગ્રણી ધર્મેન્દ્ર ત્રિવેદી શાળા પરીવાર  વિદ્યાર્થી ભાઈ બહેનો વિશેષ હાજર રહ્યા હતા કાર્યક્રમના અંતે સંચાલક મંડળ, સ્ટાફગણ, ઉપસ્થિત અગ્રણી મહાનુભાવો દ્વારા સન્માન પત્ર, શાલ ઓઢાડીને યાદગાર ભેટ તથા નિવૃત્તીના વર્ષ  સ્વસ્થ શરીર સાથે સુખ શાંતિથી પસાર થાય એવી શુભેચ્છા પાઠવી હતી.






Latest News