મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વવાણીયા ગામે પ્રેમસંબંધનો ખાર રાખીને યુવાનના ભાભુ ઉપર ફાયરિંગ: પાંચ શખ્સો સામે ફરિયાદ


SHARE







માળીયા (મી)ના વવાણીયા ગામે પ્રેમસંબંધનો ખાર રાખીને યુવાનના ભાભુ ઉપર ફાયરિંગ: પાંચ શખ્સો સામે ફરિયાદ

માળીયા મીયાણા તાલુકાના વવાણીયા ગામે રહેતા યુવાનના બાઈક સાથે બાઈક અથડાવીને બોલાચાલી કરીને તેમજ બાઈક અથડાવનારની બહેન સાથે યુવાનના કાકાના દીકરા ભાઈને પ્રેમસંબંધ હોય તે બાબતનો ખાર રાખીને યુવાનના ઘરે હથિયાર અને ધોકા સાથે પાંચ શખ્સો આવ્યા હતા અને ત્યારે યુવાનની માતા સામે પિસ્તોલ તાકીને ફાયરિંગ કરીને મૃત્યુનો ભય બતાવી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પાંચ શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે માળિયા મીયાણા તાલુકાના વવાણીયા ગામે રહેતા રસુલભાઈ અભરામભાઈ ધોના જાતે વાઘેર (૨૨)એ હાલમાં અલ્તાફ અભાભાઇ કચા રહે. વવાણીયા તેના બનેવી સદ્દામ રહે. સુરજબારી અને અન્ય ત્રણ અજાણ્યા શખ્સોની સહિત કુલ મળીને પાંચ શખ્સોની સામે ફરિયાદ નોંધાવાવવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, રમજાન ઈદના દિવસે ફરિયાદી તથા તેના કાકાનો દીકરો હાફીસ તેના મોટાભાઈના સસરાના ઘરે ગયા હતા અને ત્યાંથી તેઓ પાછા ઘરે આવતા હતા ત્યારે આરોપી અલ્તાફ અભાભાઈ કચા તેની પાછળ બાઈક લઈને આવ્યો હતો અને ફરિયાદીના બાઈક સાથે બાઈક અથડાવ્યું હતું અને બોલાચાલી કરી હતી ત્યારબાદ તે જતો રહ્યો હતો જો કે, બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં ફરિયાદી રસુલભાઇ તથા તેનો મોટો ભાઈ ઈકબાલ અને તેના મમ્મી રહીમાબેન ઘરે હતા ત્યારે તેઓના ઘર પાસે ફાયરિંગનો અવાજ થયો હતો જેથી ઘરની બહાર નીકળીને જોયું તો અલ્તાફ અભાભાઈ કચા તેનો બનેવી સદ્દામ અને અજાણ્યા ત્રણ શખ્સો ઊભા હતા અને સદામના હાથમાં પિસ્તોલ જેવું હથિયાર હતું અને અલ્તાફ તથા અન્ય ત્રણ શખ્સોના હાથમાં લાકડાના ધોકા હતા સદ્દામે તેના હાથમાં રહેલ પિસ્તોલ ફરિયાદી યુવાનની માતા સામે તાકી હતી અને ફાયરિંગ કર્યું હતું જો કે, તેના માતા નીચે બેસી જતા ગોળી તેને વાગી ન હતી અને રાત્રે આવીને પતાવી દેશું તેવી ધમકી આપી હતી ત્યારબાદ આ પાંચેય શખ્સો તેના કાકા ઈશાભાઈ હાજીભાઈ ઘોનાના ઘરે ગયા હતા અને ત્યાં બધાને ડરાવી ગાળો આપેલ હતી અને સદામે ત્યારે કહ્યું હતું કે “તારા દીકરા ઈકબાલને સમજાવી દેજે મારી સાળી સાથે વાતો કરવાનું બંધ કરી દે” આમ ધમકી આપીને આ શખ્સો અલ્ટો ગાડીમાં બેસીને ત્યાંથી નાસી ગયા હતા જેથી હાલમાં યુવાન દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે આર્મ્સ એક્ટ કલમ-૨૫(૧-b) તથા ઇ.પી.કો. કલમ ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૪૪૭, ૩૦૭, ૫૦૪, ૫૦૬ (૨) તથા જી.પી.એક્ટ.કલમ- ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News