મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં પિતાના ઘરે આવેલા યુવાનને બે સગા ભાઇ સહિત ચાર ભાઈઓએ ધોકા વડે માર માર્યો


SHARE







વાંકાનેરમાં પિતાના ઘરે આવેલા યુવાનને બે સગા ભાઇ સહિત ચાર ભાઈઓએ ધોકા વડે માર માર્યો

વાંકાનેરના વીસીપાર વિસ્તારમાં રહેતો યુવાન તેના પિતાના ઘરે ગયો હતો ત્યારે તેના બે સગા ભાઇ સહિત ચાર વ્યક્તિઓએ તેને ગાળો આપીને ધોકા વડે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવાન દ્વારા સારવાર લીધા બાદ હાલમાં તેના બે સગા ભાઇ સહિત ચાર શખ્સોની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવવાની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના વીસીપાર વિસ્તારમાં પૂજારા કારખાના પાસે રહેતા અજયભાઈ જગદીશભાઈ સુરેલા જાતે કોળી (૨૩)એ હાલમાં મનીષભાઈ જગદીશભાઈ સુરેલા, સાગરભાઇ જગદીશભાઈ સુરેલા, રાહુલભાઈ રમેશભાઈ સુરેલા અને રજનીભાઈ રમેશભાઈ સુરેલા રહે બધા વીસીપરા વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી કે, તે પોતાના પિતાથી અલગ વીસીપરા વિસ્તારમાં રહે છે અને તે તેના પિતાના ઘરે ગયો હતો ત્યારે તેના પિતાએ તેને પોતાના ઘરે જતા રહેવા માટે થઈને કહ્યું હતું દરમ્યાન તેના બે ભાઈ મનીષ અને સાગર ત્યાં આવી ગયા હતા અને જેમ ફાવે તેમ ગાળો દેવા લાગ્યા હતા જેથી કરીને ફરિયાદી યુવાને ગાળો દેવાની ના પાડતા તેમાં બે ભાઈને સારું નથી લાગતા તે બંને શખ્સોએ યુવાનને ધોકા વડે માર માર્યો હતો. જેથી તેને બૂમાબૂમ કરતા બાજુમાં રહેતા તેના ભાઈજીના દીકરા રાહુલભાઈ અને રજનીભાઈ પણ ત્યાં આવી ગયા હતા અને તેમણે પણ યુવાનને માર માર્યો હતો અને જેમ ફાવે તેમ ગાળો આપી હતી ત્યારે ભોગ બનેલ યુવાનને તેના માતા-પિતાએ છોડાવ્યો હતો અને ત્યારે આરોપીઓએ એવું કહ્યું હતું કે, “આજે તને જવા દઈએ છીએ પણ હવે પછી અહીં આવ્યો તો જાનથી મારી નાખવો છે તેવી ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલ યુવાનને સારવાર લીધા બાદ પોતાના બે સગાભાઈ સહિત ચાર ભાઇઓની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે






Latest News