મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

હળવદના નવા દેવળિયા પાસે એરવાલ્વનું કામ કરનારને અહીંયા કામ બંધ કરો કહીને બે શખ્સોએ માર માર્યો


SHARE







હળવદના નવા દેવળિયા પાસે એરવાલ્વનું કામ કરનારને અહીંયા કામ બંધ કરો કહીને બે શખ્સોએ માર માર્યો

હળવદ તાલુકાના નવા દેવળિયા ગામ પાસે નર્મદા નિગમ દ્વારા સંપાદન કરવામાં આવેલી જમીનમાં એર વાલ ઉભો કરવાની કામગીરી કરવામાં આવી રહી હતી ત્યારે ત્યાં આવીને ખેડૂતે "અહીંયા કામ બંધ કરો" કરીને જેમ ફાવે તેમ ગાળો બોલીને ઢીકાપાટુનો મારમાર્યો હતો અને ઇજા કરી હતી અને વેલ્ડીંગનો સામાન લઈને ગયા તો જીવતા નહી છોડીએ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા કર્મચારી દ્વારા હાલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે.

 બનાવની જાણવા મળતી વિગતો મુજબ નવા દેવળિયા ગામની સીમ મહેન્દ્રભાઈ ઉર્ફે કાળુભાઈ રણછોડભાઈ પટેલના ખેતરની બાજુમાંથી નર્મદા નિગમ દ્વારા સંપાદન કરવામાં આવેલી જમીનમાં પાણીનો એરવાલ્વ મોકલવા માટેની કામગીરી કરવામાં આવી રહી હતી દરમિયાન વરસાદ થતાં કંપનીના માણસો સામાન ભેગો કરીને રૂમ પર જવાની તૈયારી કરતા હતા ત્યારે આરોપી મહેન્દ્રભાઈ રણછોડભાઈ પટેલ અને ભરતભાઈ રહે બંને નવા દેવળીયા વાળા ત્યા આવ્યા હતા અને "અહીંયા કામ બંધ કરો" તેમ કહીને જેમ ફાવે તેમ ગાળો આપી અને ઢીકાપાટુનો મારમાર્યો હતો અને જતા જતા કહ્યું હતું કે "અહીંથી વેલ્ડીંગનો સામાન લઈને ગયા છો તો જીવતા નહીં છોડીએ" તેમ કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને હાલમાં ભોગ બનેલા ઇજાજભાઈ અહમદભાઈ મલીક જાતે મુસ્લીમ (ઉંમર ૨૯) રહેએલ એન્ડ ટીનું ગેસ્ટ હાઉસ હળવદ મૂળ વતન પશ્ચિમ બંગાળ વાળાએ ફરિયાદ નોંધાવતા પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News