મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં સોમવારે અડધાથી લઈને સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ


SHARE







મોરબી જિલ્લામાં સોમવારે અડધાથી લઈને સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ

મોરબી જિલ્લામાં છેલ્લા દિવસોથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે સોમવારે આખા દિવસમાં મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં અડધા થી લઈને સાડા ત્રણ જેટલો વરસાદ પડ્યો છે અને હાલમાં પણ વરસાદી માહોલ છે ત્યારે મેઘરાજા હજુ પણ મન મૂકીને મોરબી જિલ્લા ઉપર મહેર કરે તેવું લોકો અને ખેડૂતો ઈચ્છી રહ્યા છે

મોરબી જીલ્લામાં છેલ્લી ૨૪ કલાકમાં ટંકારામાં સૌથી વધુ સાડા ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે જો કે, હળવદમાં એક ઇંચ, વાંકાનેરમાં પોણા બે ઇંચ, માળીયામાં સવા ઇંચ અને મોરબીમાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે જો મોસમના કુલ વરસાદની આંકડાકીય માહિતી ઉપર નજર કરીએ તો મોરબી ૩૬૯ મીમી, વાંકાનેર તાલુકામાં ૪૦૨ મીમી, હળવદ તાલુકામાં ૩૮૧ મીમી, ટંકારા તાલુકામાં ૫૪૫ મીમી અને માળીયા તાલુકામાં ૨૫૮ મીમી વરસાદ નોંધાયો છે 






Latest News