મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબી-વાંકાનેરમાં દરેક જ્ઞાતિ, સમાજ અને સંગઠનના સહયોગથી રામનવમીની શોભાયાત્રા સફળ બની


SHARE







મોરબી-વાંકાનેરમાં દરેક જ્ઞાતિ, સમાજ અને સંગઠનના સહયોગથી રામનવમીની શોભાયાત્રા સફળ બની

વિશ્વ હિંદુ પરિષદ દ્વારા વાંકાનેર પ્રખંડમા રામનવમી નિમીતે બે સ્થળ પર રામ જન્મોતસવના કાર્યક્રમ થયા હતા અને એક કાર્યક્રમ પાર્થધવજ હનુમાનજી મંદિરે બપોરે ૧૨ વાગ્યે મહાઆરતી, રામ ભગવાનનું ભજન તથા હનુમાન ચાલીસાનુ પઠન કર્યું હતું જેમાં અંદાજીત ૮૦ લોકો જોડાયા હતા. ત્યારે વિશ્વ હિંદુ પરીષદના સૌરાષ્ટ્ર પ્રાંતના સહમંત્રી દેવજીભાઈ મિયાત્રા અને સુરેન્દ્રનગરના વિભાગના બજરંગદળના સંયોજક કમલભાઈ દવે તથા મોરબી વિહીપની જિલ્લા ટીમ પણ સહભાગી થઇ હતી. અને સાંજે ૬ કલાકે મિલપરા ચોકમાં ૧૫૦ જેટલા રામભકત જોડાયા હતા. આ કાર્યક્રમનું સંચાલન વિહીપ વાંકાનેર અધ્યક્ષ ઘનશ્યામભાઈ ચૌહાણના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું અને મોરબીમાં સનાતન હિન્દૂ સમાજ આયોજીત રામનવમીની શોભાયાત્રામા મોરબીના સનાતની હિંદુ ધર્મ પ્રેમી લોકો બહોળી સંખ્યામાં જોડાયા હતા તે બદલ વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે તેમજ શોભાયાત્રાને સફળ બનાવવા માટે દરેક જ્ઞાતિ સમાજ અને સંગઠન દ્વારા તન, મન અને ધનથી સહયોગ આપવામાં આવ્યો હતો જેનાથી આ સમગ્ર કાર્યક્રમ સફળ થયો છે તેવું મોરબી વિશ્વ હિન્દૂ પરિષદના આગેવાનોએ જણાવ્યુ છે






Latest News