મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં ડી.સી.મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરી એમડી ડોક્ટર સાથે ફરી શરૂ કરવામાં આવી


SHARE







મોરબીમાં ડી.સી.મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરી એમડી ડોક્ટર સાથે ફરી શરૂ કરવામાં આવી

મોરબીમાં શ્રી વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિ સંચાલિત ડી.સી.મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરી નવા ડેલા રોડ ખાતે વધુ એક શરૂ કરવામાં આવી છે ત્યારે આ સુવિધાનો જ્ઞાતિજનો તથા મોરબી અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો લાભ લઈ શકે છે

હાલમાં કોરાનાનાં કેઇસ વધી રહ્યા છે ત્યારે લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે તેવા સમયે તા. ૧/૪ થી નવા ડેલા રોડ ઉપર આવેલ મોરબીમાં શ્રી વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિ સંચાલિત ડી.સી.મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરી શરૂ કરવામાં આવી છે અને જ્ઞાતિની જનરલ મિટિંગમાં તેની જાહેરાત કરવામાં આવી છે અને એમ.ડી. ડોક્ટર ડિસ્પેનસરીમાં નિયમિત સેવા આપવા માટે આવશે જેમાં મોરબીની સત્યમ હોસ્પિટલના બે એમ.ડી. ડોકટરો અઠવાડિયામાં એક વખત આવશે અને દર્દીઓના દર્દનું નિદાન કરશે ત્યારે દર મંગળવારે સાંજે ૪ થી ૫ ડો.પુનિત પડસુંબિયા (એમ.ડી. જેરીયા ટ્રિક ફિઝિશયન) કે જે મોટી ઉમરે થતા રોગોના નિષ્ણાંત છે જેઓ શારીરિક નબળાઈ, ચક્કર આવવા, ડાયાબિટિસ, બી.પી, લકવો,પેશાબ કિડની, પેટની જૂની કબજિયાત, કંપવા, માનસિક બીમારી, ભૂલવાની બીમારીઓની સારવાર અને નિદાન કરશે તેમજ દર શુક્રવારે સાંજે ૪ થી ૫ સુધી ડો.ધર્મેશ ભાલોડિયા (એમ.ડી. મેડીસીન) કે, જે હદય ફેફસાં, સુગર, બી.પી, થાઇરોઇડ, જૂના તાવ, ઇન્ફેક્શન, પેટ લીવરના રોગો, લોહીના રોગો, મગજની બીમારી વગેરેના નિષ્ણાંત નિદાન કરશે અને જ્ઞાતિજનો માટે આ સેવા ટોકન ચાર્જ રૂપિયા ૫૦ થી રાખવામા આવી છે અને અન્ય દર્દીઓ માટે ૧૦૦ રૂપિયા ચાર્જ રાખવામા આવેલ છે અને નિયત કરેલા બે દિવસ સિવાયના દિવસે કોઈ જ્ઞાતિજનને સત્યમ હોસ્પિટલમાં બતાવવા જવું હોઈ તો ડિસ્પેનસરીમાંથી કેઇસ કઢાવી ત્યાં બતાવવા જઈ શકશે તેવું ડિસ્પેન્સરીના સંચાલકોએ જણાવ્યુ છે






Latest News