મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો
Breaking news
Morbi Today

નવલખી બંદર ખાતે 485 મીટરની નવી જેટી વિકસાવવાની 41 ટકા કામગીરી પૂર્ણ


SHARE











નવલખી બંદર ખાતે 485 મીટરની નવી જેટી વિકસાવવાની 41 ટકા કામગીરી પૂર્ણ

સાગરમાલા પ્રોજેક્ટ અંતર્ગત છેલ્લાં બે વર્ષમાં 20.65 કરોડ ફાળવાયા: નવલખીથી પીપળીયા ચાર રસ્તા સુધીના રસ્તાને ફોર લેન બનાવવાનું કામ પ્રગતિમાં: રેલસુવિધા પણ વધારાશે

રાજ્યમાં સામુદ્રિક વેપારને પ્રોત્સાહન આપવાના હેતુથી મોરબી તથા કચ્છ જિલ્લાની સરહદે આવેલા નવલખી ખાતે બંદરીય ક્ષમતા વધારવા માટે કુલ 485 મીટરની નવી જેટી બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત કેન્દ્ર સરકારની સાગરમાલા યોજના હેઠળ કાર્ગોની હેરફેર માટેની 100 મીટર જેટી માટે છેલ્લાં બે વર્ષમાં રૂ.20.65 કરોડની ફાળવણી ગુજરાત મેરીટાઇમ બોર્ડને કરવામાં આવી હોવાનું વિધાનસભા ગૃહમાં જણાવવામાં આવ્યું હતું.

કચ્છના અખાતમાં આવેલું નવલખી બંદર માલસામાનના સમુદ્રી પરિવહન માટેની કુદરતી ક્ષમતા ધરાવે છે. ત્યારે કેન્દ્ર સરકારની સાગરમાલા યોજના સાથે સાંકળીને નવલખીની બંદરીય ક્ષમતાને વિકસાવવાનું અને 485 મીટરની નવી જેટી બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાંથી નવી જેટી તથા બેકઅપ એરિયાની 41 ટકા ભૌતિક કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. આ માટે સાગરમાલા પ્રોજેક્ટ અંતર્ગત કુલ રૂ. 41.30 કરોડની સહાય આપવામાં આવનાર છે. જેમાંથી છેલ્લાં બે વર્ષમાં ગુજરાત મેરીટાઇમ બોર્ડને રૂ.20.65 કરોડની ફાળવણી પણ થઈ ચૂકી છે. આ ઉપરાંત, નવલખીથી પીપળીયા ચાર રસ્તા સુધીના 23 કિમી લંબાઈના રસ્તાને ફોર લેન કરવાની કામગીરી નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા દ્વારા શરૂ કરવામાં આવી છે. જ્યારે રેલ સુવિધા માટે ભારતીય રેલવે દ્વારા તજ્જ્ઞ કન્સલ્ટન્ટના પરામર્શમાં કામગીરી ચાલી રહી હોવાનું જણાવાયું છે.






Latest News