મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

મોરબીના વજેપરમાં રહેતા ૧૦૦ વર્ષના વેલીબેન પરમરાને અંતિમ ઈચ્છા મુજબ વાજતે ગાજતે આપી અંતિમ વિદાય


SHARE











મોરબીના વજેપરમાં રહેતા ૧૦૦ વર્ષના વેલીબેન પરમરાને અંતિમ ઈચ્છા મુજબ વાજતે ગાજતે આપી અંતિમ વિદાય

મોરબી વજેપર વિસ્તારમાં રહેતા ૧૦૦ વર્ષના વૃદ્ધા વેલીમાં બેચરભાઈ પરમરાનું આજે સવારે અવસાન થયું હતું અને તેમની અંતિમ ઈચ્છા હતી કે, જે રીતે મોજથી જીવન જીવ્યા છે તેવી જ રીતે મોજથી તેને અંતિમ વિદાય આપવામાં આવે. જેથી કરીને આજે તેના પરિવારજનો તેમજ વજેપરના ગ્રામજનો દ્વારા તેમની અંતિમયાત્રા વાજતે ગાજતે કાઢવામાં આવી હતી જેમાં આખું વજેપર ગામ જોડાયું હતું

સ્વાભાવિક રીતે કોઈના ઘર પાસે ડાઘુઓ ઉભા હોય ત્યારે તે ઘરની આસપાસમાં શોકનું વાતવરણ જોવા મળે છે જેથી લોકોને ખબર પડી જાય કે અહી કોઈ માઠો પ્રસંગ લાગે છે પરંતુ આ પ્રકારની સ્થિતમાં ઘર પાસે ડોકડ અને મંજીરાં વાગતા હોય અને સાથે ડાઘુઓને જોવા મળે તો સહુ કોઈ વિચારમાં પડી જાય કે ખુશીનો માહોલ છે કે, ગમનો... માટે તમને જણાવી દઈએ કે મોરબીના વજેપર વિસ્તારમાં રહેતા વેલીમાં બેચરભાઈ પરમરા (૧૦૧) નું કુદરતી રીતે અવસાન થતા તેમની સ્મશાન યાત્રામાં જોડવા માટે સગાવ્હાલા ઉપરાંત આડોશી પાડોશી સહિતના તેમના ઘરે આવ્યા હતા દરમ્યાન વેલીમાંની છેલ્લી ઈચ્છા હતી કે વાજતે ગાજતે આ ઘરે આવી હતી જેથી કરીને અંતિમ વિદાય પણ વાજતે ગાજતે આપજો જેથી કરીને તેના ઘર પાસે ઉભા રહેતા ડાઘુઓ સહિતના આશ્ચર્યચકિત થઇ ગયા હતા અને વેલીમાં ના પરિવારજનોએ જણાવ્યુ હતું કે, તેઓના બા હંમેશા મોજમાં જ રહેતા હતા અને દીકરાઓ સહિતના લોકોએ મોજામાં રહેવાનુ કહેતા હતા આટલું જ નહીં તેની અંતિમ વિદાય ભવ્ય હશે તેવું તે કહેતા હતા જેથી કરીને આજે તેની અંતિમ યાત્રા વાજતે ગાજતે કાઢવામાં આવી હતી અને લીલપર રોડ ઉપર આવેલ સ્મશાન ખાતે તેમની અંતિમક્રિયા કરવામાં આવી હતી તેવું વેલીમાના પૌત્રએ જણાવ્યુ છે

વર્તમાન સમયમાં કેટલાક સંતાનો તેના વૃદ્ધ માતા-પિતાને તેની વૃદ્ધાવસ્થા વખતે વૃદ્ધાશ્રમમાં મૂકી આવતા હોય છે ત્યારે વેજપર વિસ્તારમાં થોડા સમય પહેલા ૧૦૨ વર્ષની ઉમરે નવઘણભાઈ ટાપુભાઇ પરમારનું કુદરતી રીતે અવશાન થયું હતું ત્યારે તેને પરિવારજનો અને ગામના લોકોએ તેને તેઓની અંતિમ ઈચ્છા મુજબ બેન્ડ વાજા સાથે અંતિમ વિદાય આપી હતી તેવી જ રીતે હાલમાં વેલીમાં બેચરભાઇ પરમાર ૧૦૦ વર્ષની ઉમરે નાખમાં પણ રોગ વગર કુદરતી રીતે અવસાન પામેલ છે ત્યારે તેના ચાર દીકરા નરશીભાઈ, શિવાભાઇ, સ્વ. અવચરભાઇ અને ગોવિંદભાઇ તેમજ તેના પરિવાર દ્વારા પરિવાર માટે શબ્દોમાં વર્ણવી ન શકાય તેટલું યોગદાન આપ્યું છે જેથી તેની અંતિમ વિદાય તેઓના દીકરા સહિતના પરિવારજનોએ વાજતે ગાજતે ભારે હૈયે આપી હતી તેવું વેલીમાના પૌત્ર ભીમજીભાઈ પરમારએ જણાવ્યુ છે

આજે વજેપર ગામના લોકોએ વેલીમાં પરમારને વાજતે ગાજતે છેલ્લી વિદાય આપી હતી અને સ્મશાને તેના મોટા દીકરા દ્વારા મુખાગ્નિ આપવામાં આવી હતી આમ માતાની અંતિમ ઈચ્છાને પૂરી કરવા માટે દીકરાઓ દ્વારા અંતિમયાત્રા વાજતે ગાજતે કાઢવામાં આવી હતી જેમાં જોડાયેલા ડાઘુઓ પણ બોલી ઉઠ્યા હતા કે, વર્તમાન સમયમાં માતા-પિતાની ઈચ્છા તેમની હયાતીમાં પૂરી કરવાની વાત તો ઠીક તેમની ગેરહાજરીમાં પણ પૂરી કરે તેવા દીકરા હોય તો કદાચ વૃદ્ધાશ્રમો બંધ કરવા પડે તો નવાઈ નથી






Latest News