મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી સીટી એ ડીવીઝન તેમજ સાણંદની ચોરીના ગુન્હામા છ માસથી નાસતો ફરતો આરોપી ઝડપાયો


SHARE







મોરબી સીટી એ ડીવીઝન તેમજ સાણંદની ચોરીના ગુન્હામા છ માસથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

મોરબીમાં છ મહિના પહેલા થયેલ ચોરીના ગુનામાં ચાર આરોપી પકડાયા બાદ એક આરોપી છ મહિનાથી નાસ્તો ફરતો હતો અને અમદાવાદ જિલ્લાના સાણંદ પોલીસ સ્ટેશનની હદમાં થયેલ ચોરીના ગુનામાં પણ તે ઇસમ ફરાર હોય આ તસ્કર ઇસમને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટાફે બાતમીને આધારે પકડી પડ્યો હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સૂચના કરવામાં આવેલી હોય ડીવાયએસપી પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ પીઆઇ એચ.એ.જાડેજાએ મોરબી સીટીમા બનતા મિલ્કત સંબંધી બનાવો અટકાવવા તેમજ નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા સ્ટાફને સુચના આપેલ હતી દરમિયાનમા ગત તા.૩૦-૮-૨૨ ના રોજ રાત્રીના મોરબી શનાળા રોડ ઉપર સમયના ગેઇટ પાસે આવેલ “બજરંગ સેલ્સ એજન્સી" નામની દુકાનના તાળા રાત્રીના સમયે કોઇ અજાણ્યા ચોર ઇસમે તોડી દુકાનમાં પ્રવેશ કરી દુકાનમાંથી પાનબીડી, સીંગારેટ, ગુટખા, સોપારી તથા સાબુ-સેમ્પુ વિગેરે મળી કુલ રૂા. ૧,૫૪,૫૦૦ ના માલમત્તાની ચોરી કરી હોવાની ફરીયાદ દુકાનદાર અમીતભાઇ મગનભાઇ અંબાણી રહે.મોરબી વાળાએ કરેલ હતી. ચોરીના આ બનાવમા કુલ ચાર આરોપીઓની અગાઉ ધરપકડ થયેલ છે અને એક આરોપી છેલ્લા છ માસથી નાસતો ફરતો હોય તે આરોપી સાણંદ પોલીસ મથક વિસ્તારમાં પણ ચોરી કરેલ હોય તે ગુનામા પણ તે નાસતો ફરતો હતો દરમિયાનમાં એ ડિવિઝનના એએસઆઇ રાજદીપસિંહ રાણા તેમજ ધર્મેન્દ્રભાઇ વાધડીયાને ખાનગીરાહે બાતમી મળેલ કે ચોરીના ગુનામા છ માસથી ફરાર આરોપી રવાપર ધુનડા ચોકડી નજીક છે તેથી ત્યાંથી સુરેશભાઇ ઉર્ફે કૈંકડો અશોકભાઇ ગાવડીયા રહે.જેતપુર(કાઠી) ધોરાજીરોડ જાગૃતિ સોસાયટી ચંદનઆઇસ્ક્રીમ વાળી શેરી જી.રાજકોટ ને પકડી પાડયો હતો.પકડાયેલ સુરેશ ગાવડીયા અમદાવાદ ગ્રામ્યના સાણંદ પોલીસ મથકના ચોરીના ગુમામાં પણ ફરાર છે.આરોપીનો ગુનાહિત ઇતીહાસ જોઇએ તો તે રાજકોટ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં વર્ષ ૨૦૧૬ માં મર્ડરના ગુનામાં તેમજ કુવાડવા અને નિલમબાગ પોલીસ મથકની હદમાં ચોરીઓના ગુનામાં તેમજ ભરૂચ સિટીમાં મારામારીના ગુનાઓમાં સંડોવાયેલ છે.






Latest News