મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર નજીક દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત


SHARE







મોરબીના રફાળેશ્વર નજીક દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત

મોરબી નજીકના રફાળેશ્વર ગામ પાસે પાવર હાઉસ નજીક આજે વહેલી સવારે યુવાન ઝેરી દવા પી ગયો હતો જેથી તેને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા જો કે, ટૂંકી સારવારમાં તે યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને મોરબી તાલુકા પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ રફાળેશ્વર ગામ નજીક પોલીસ હેડ કવાર્ટર પાસે આવેલા પાવર હાઉસ નજીક નિરંજન હિંમતભાઈ સોલંકી નામનો ૨૦ વર્ષનો યુવાન વહેલી સવારના પાંચેક વાગ્યાના અરસામાં ઝેરી દવા પી ગયો હતો જેથી તેને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો ત્યાં સારવાર દરમ્યાન સવારે નવેક વાગ્યાના અરસામાં નિરંજન સોલંકીનું મોત નીપજયું હતું આ બનાવને પગલે તાલુકા પોલીસ મથકના અશ્વિનભાઈ ઝાપડિયા દ્વારા રાજકોટ ખાતે જઈને યુવાનના પીએમ સહિતની આગળની તજવીજ શરૂ કરવામાં આવી હતી

યુવાન સારવારમાં

મોરબીના સામાકાંઠે સોઓરડી વિસ્તારની પાછળ આવેલ રામદેવપીર મંદિરની બાજુમાં રહેતા મહેશ પ્રેમજીભાઈ છેલાણીયા નામના ૪૭ વર્ષીય યુવાનને વાહન અકસ્માતના બનાવવામાં ઈજા પહોંચતા તેને આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ શક્તિ ચેમ્બરની પાસેથી મહેશ છેલાણીયા પગપાળા જતો હતો દરમિયાનમાં વહેલી સવારે ૬ વાગ્યાના અરસામાં અજાણ્યા બાઈક ચાલકે તેને હડફેટે લેતા ઈજા પામેલ મહેશભાઈને સારવારમાં લઈ ગયા હતા અને બી ડિવિઝન પોલીસ મથકના પ્રફુલભાઈ પરમાર દ્વારા નોંધ કરીને આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

યુવાન સારવારમાં

મોરબીના સામાકાંઠે માળિયા ફાટક પાસે આવેલા કાંતિનગર વિસ્તારમાં રહેતા મુસ્તાક અસલમભાઈ શેખ નામના ૪૨ વર્ષના યુવાનને માળીયા હાઇવે ઉપર ટિંબડી ગામના પાટીયા પાસે વાહન અકસ્માતના બનાવવામાં ઈજા પહોંચતા તેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને આ બનાવને પગલે જાણ થતા હાલમાં તાલુકા પોલીસે મનીષભાઈ બારૈયા દ્વારા આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.






Latest News