મોરબી શહેરમાં આવેલ જીલ્લા પંચાયત હસ્તકની પ્રથામિક શાળાઓ મહાપાલીકા હસ્તક લેવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની માંગ મોરબી જુના અમરાપર શાળામાં વિધાર્થીઓને સરગવાના વૃક્ષો આપી શાળા પ્રવેશ આપ્યો મોરબીના પીપળી ગામે બે કલાકમાં 155 વૃક્ષોનું રોપણ કરાયું મોરબીમાં પીજીવીસીએલ દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી કરાશે માળિયા (મી)માં ધો. ૯ ના વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રશ્ન બાબતે પાલિકા પ્રમુખની રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની મુલાકાત લેતા કલેક્ટર સ્વપ્નિલ ખરે જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી કેનાલ મારફતે ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી આપવાની માંગ ઉઠી
Breaking news
Morbi Today

મોરબીની સહકારી મંડળીઓએ મૃત્યુ પામેલા સભાસદોના વારસદારોની નોંધણી કરાવવી


SHARE









મોરબીની સહકારી મંડળીઓએ મૃત્યુ પામેલા સભાસદોના વારસદારોની નોંધણી કરાવવી

ગુજરાત સહકારી મંડળીઓ અધિનિયમ-૧૯૬૧ અંતર્ગત નોંધાયેલ સહકારી મંડળીઓ દ્વારા નોંધણી સમયે અને ત્યારબાદ સમયાંતરે સભાસદો દાખલ કરવામાં આવતા હોય છે. સભાસદના મૃત્યુથી તે મંડળીમાં સભ્ય તરીકે બંધ થાય છે. ગુજરાત સહકારી મંડળીઓ અધિનિયમ-૧૯૬૧ની કલમ-૩૧ અંતર્ગત સભ્યનું મૃત્યુ થયેથી હિત તબદીલ કરી આપવા બાબતની જોગવાઈ કરવામાં આવેલ છે. જે અનુસાર મંડળીએ જરૂરી પ્રક્રિયા કરવાની રહે છે.

પ્રાથમિક માહિતી મુજબ જિલ્લાની વિવિધ પ્રકારની સહકારી મંડળીઓમાં મૃત્યુ પામેલ હોવા છતાં સભાસદ તરીકે આવી વ્યક્તિઓનું નામ ચાલુ છે જે બાબત કાયદાકીય જોગવાઈઓ સાથે સુસંગત નથી. આથી મોરબી જિલ્લાની તમામ સહકારી મંડળીઓએ ગુજરાત સહકારી મંડળીઓ અધિનિયમ-૧૯૬૧ ના નિયમો મુજબ મૃત્યુ પામેલ સભાસદના કિસ્સામાં વારસ અથવા કાયદેસરના પ્રતિનિધિને જરૂરી હિત તબદીલ કરવા અને  નિયમોનુંસાર દાખલ કરવાની કાર્યવાહી કરવા જણાવવામાં આવે છે.

સહકારી મંડળીઓના કિસ્સામાં મૃત્યુ પામેલ સભાસદના વારસ અથવા કાયદેસરના પ્રતિનિધિને હિત તબદીલ માટે યોગ્ય પદ્ધતિ અનુસાર જાણ કરવાની રહેશે અને આવી જાણ કર્યા બાદ કોઇ મૃત્યુ પામેલ સભાસદના વારસ અથવા કાયદેસરના પ્રતિનિધિ મળી ન આવે ત્યારે આવા મૃત્યુ પામેલ સભાસદના હિસ્સા અથવા હિતને અલગ ફંડ તરીકે મંડળી દ્વારા સાચવવાનું રહેશે તથા તેનો નિયમોનુસાર નિકાલ કરવાનો  રહેશે. સહકારી મંડળીઓના મૃત્યુ પામેલ સભાસદોના કિસ્સામાં ઉપરોક્ત પ્રક્રિયા બાદ સભાસદ રજીસ્ટરમાંથી મૃત્યુ પામેલ સભાસદનું નામ કમી કરવાની કાર્યવાહી તાત્કાલીક કરવા મોરબી જિલ્લા રજિસ્ટ્રાર ડી.વી.ગઢવીની યાદીમાં જણાવાયું  છે.






Latest News