મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબીની સાયન્ટિફિક કલોક વાળા સ્વ. જયેશભાઈ મિસ્ત્રીના દીકરા નિકુલ મિસ્ત્રીનું અકસ્માતમાં મોત


SHARE







મોરબીની ઘડિયાળને વિશ્વના નકશા ઉપર મુકનાર સાયન્ટિફિક ક્લોક વાળા સ્વ. જયેશભાઈ મિસ્ત્રીમો દિકરો નિકુલ આજો પોતાના પત્ની અને સાસુને વાંકાનેર રેલવે સ્ટેશન ખાતે ટ્રેનમાં મુકવા માટે ગયા હતા અને ટ્રેનમાં સામાન મૂકીને નીચે ઉતરતો હતો ત્યારે ટ્રેન શરૂ થઈ ગઈ હોય તે ચાલુ ટ્રેનમાં નીચે ઉતારવા જતા નીચે પટકાયો હતો જેના કારણે માથામાં ઇજા થઇ હોવાથી તેને 108 મારફતે તાત્કાલિક હોસ્પિટલે લઈ ગયા હતા જોકે હોસ્પિટલ ડોક્ટરે જોઈ તપાસીને તેને મૃત જાહેર કર્યાો હતો અને આ બનાવની પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવથી સાયન્ટિફિક પરિવારમાં શોખનું મોજુ ફરી વળ્યુ છે

બનાવી જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીમાં ઘડિયાળ ઉદ્યોગનો પાયો નાખનાર સાયન્ટિફિક ક્લોક વાળા સ્વ. બાબુભાઈ મિસ્ત્રીના દીકરા સ્વ. જયેશભાઈ મિસ્ત્રીનો દીકરો નિકુલ જયેશભાઈ મિસ્ત્રી આજે સવારે વાંકાનેર રેલ્વે સ્ટેશનથી જતી સિકંદરાબાદ ટ્રેનમાં પોતાની પત્ની અને સાસુને મુકવા માટે થઈને ગયો હતો અને તે લોકોને વલસાડ જવું હોય તે માટે થઈને તેઓ સિકંદરાબાદની ટ્રેનમાં જઈ રહ્યા હતા દરમિયાન વાંકાનેર રેલવે સ્ટેશનને પત્ની અને સાસુને રેલવેના કોચમાં બેસાડીને તેનો માલ સામાન મૂકીને નિકુલ મિસ્ત્રી નીચે ઉતરે ત્યાર પહેલા ટ્રેન શરૂ થઈ ગઈ હતી જેથી કરીને ચાલુ ટ્રેને નીચે ઉતરવા જતા નિકુલ મિસ્ત્રી રેલવેના પ્લેટફોર્મ ઉપર નીચે પટકાયો હતો અને તેને માથામાં અને શરીરે ગંભીર ઇજા થઇ હોવાથી તાત્કાલિક 108 ને બોલાવીને તેને સારવાર માટે લઈ ગયા હતા જોકે ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો જેથી કરીને અકસ્માતના આ બનાવમાં નિકુલ જયેશભાઈ મિસ્ત્રીનું મૃત્યુ નીપજ્યું છે અને આ બનાવથી સાયન્ટિફિક ક્લોક પરિવાર તથા મિસ્ત્રી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે હાલમાં આ બનાવવાની નોંધ કરીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News