મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં 25 લાખ માટે સીરામીક ઉદ્યોગપતિ અને તેના મિત્ર ઉપર જીવલેણ હુમલો કરનારા અજયભાઈ લોરીયાની ધરપકડ: ગાડી, ધોકો, કપડાં, મોબાઈલ કબ્જે કરતી પોલીસે પ્રાથમિક શિક્ષક વીણાબેન દલસાણિયા (દેસાઈ) એ મોરબીને રાજયકક્ષાએ ગૌરવ અપાવ્યું મોરબીમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્યાતી ભવ્ય ઉજવણી વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના સરવડ ગામે કે.પી. હોથી વિદ્યાલયમાં દેશી રમતનો ખેલ મહાકુંભ યોજાશે


SHARE











માળીયા (મી)ના સરવડ ગામે કે.પી. હોથી વિદ્યાલયમાં દેશી રમતનો ખેલ મહાકુંભ યોજાશે

ટેકનોલોજી અને મોબાઈલના સમયમાં બાળકો અને મોટેરાઓ સહિત સૌને શેરી રમત રમવાનું વિસરાઈ ગયું છે. ત્યારે બાળકોમાં સમૂહ ભાવના, ખેલદિલી, ચપળતા, એકાગ્રતા, શારીરિક અને માનસિક કૌશલ્યના વિકાસના હેતુસર પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ સરવડ મુકામે તા.૨૮ ફેબ્રુઆરીને મંગવારના રોજ નવરંગ નેચરલ કલબ રાજકોટ તેમજ શ્રી કે.પી. હોથી ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય સરવડના સ્ટાફ મિત્રોના સહયોગથી  સવારથી બપોર સુધી ધોરણ ૯ થી ૧૨ ના ૧૬૫ થી વધુ બાળકોને સરવડ હાઈસ્કૂલના મેદાનમાં એક સાથે વિવિધ ૧૫ પ્રકારની જૂની દેશી રમતો રમાડવામાં આવશે

રાજકોટ નવરંગ નેચર કલબના વી.ડી. બાલા તથા નિવૃત્ત આચાર્ય નાનજીભાઈ સિણોજીયાના માર્ગદર્શન હેઠળ વિવિધ રમતો જેવી કે પૈડા દોડ, ત્રીપગી દોડ, ડબલા ડૂલ, રસા ખેંચ, દેડકા દોડ, લીંબુ ચમચી, કોથળા દોડ, સાંઢીયા દોડ, રોપ વે, નારગોલફુગાફોડપૈડા ખેંચ , સંગીત ખુરશી  વગેરે જેવી વિવિધ રમતો રમાડશે. આ રમત કોઈપણ પ્રકારના હારજીત કે હરીફાઈ વગર સૌ રમે સૌ જીતેની થીમ ઉપર રમાડવામાં આવશે.બાળકો દરરોજ મોબાઈલના વળગારમાથી દૂર રહે, શારીરિક ક્ષમતા વિકસિત થાય અને સંઘ ભાવના વિકસે તેમજ પોતાની શેરીમાં જૂની રમતો ફરીથી રમતા થાય તેવો હેતુ છે.રમત રમનાર દરેક બાળકો તેમજ અભ્યાસ કરનાર તમામ બાળકોને સરવડ હાઈસ્કૂલના શિક્ષકોના આર્થિક સહયોગથી બપોરે ભોજન કરાવવામાં આવશે.આ રમત ઉત્સવ ખૂબ જ સફળ થશે એ પ્રકારનું પૂર્વ આયોજન શાળાના ઇન્ચાર્જ આચાર્ય ચંદ્રેશભાઇ અગ્રાવત અને શાળાના તમામ સ્ટાફ મિત્રોએ કરેલ છે.






Latest News