મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીના ડો.જયેશ સનારીયા આંતરરાષ્ટ્રીય-રાષ્ટ્રીય કોન્ફોરન્સમાં સંશોધનપત્ર રજુ કરશે


SHARE







મોરબીના ડો.જયેશ સનારીયા આંતરરાષ્ટ્રીય-રાષ્ટ્રીય કોન્ફોરન્સમાં સંશોધનપત્ર રજુ કરશે

વિશ્વના ચામડીના રોગોના નિષ્ણાંત તબિબો (ડર્મેટોલોજીસ્ટ્સ) ની ૨ જી વિશ્વ કક્ષાની કોન્ફોરન્સ તેમજ ૫૧ મી રાષ્ટ્રીય કક્ષાની કોન્ફોરન્સ તા. ૨૩ થી ૨૬ ફેબ્રુઆરીના રોજ મુંબઈ શહેરમાં યોજનાર છે. આ વિશ્વ કક્ષાની કોન્ફરન્સ (Dermacon )મા મોરબીમાં આવેલ સ્પર્શ ક્લીનીક વાળા ડર્મેટોલોજીસ્ટ ડો.જયેશ સનારીયા  પોતાનુ એક બહુ જુજ કહી શકાય તેવી અટોઈમ્યુન બીમારી (Chronic Bullous Dermatosis Of Childhood )પરનુ પોસ્ટર રજુ કરશે. જે વિશ્વ કક્ષાએ મોરબીના તબીબનુ સંશોધન પસંદગી પામ્યું છે જે બાબત સમગ્ર મૌરબી તેમજ ગુજરાતને ગૌરવ અપાવનારી છે.

મોરબી શહેરમાં રહી ડો.જયેશ સનારીયાએ વૈશ્વીક કક્ષાની સિધ્ધી હાંસલ કરી છે તે બદલ સમગ્ર ગુજરાતના તબિબ પરિવારજનો,મિત્રો તેમજ શુભચિંતકો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ડો.જયેશ સાનારીયા ની સ્પર્શ કલીનીકને વર્ષ ૨૦૧૫-૧૬ માં ગુજરાત આઇ.એમ.એ દ્વારા રાજ્ય કક્ષાનો બેસ્ટ ક્લીનીક નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. તેમજ વર્ષ ૨૦૧૭-૧૮ માં મોરબી બ્રાંચ દ્વારા બેસ્ટ એકેડેમિસિયન એવોર્ડ તેમજ  ગુજરાત બ્રાંચ દ્વારા રાજ્ય કક્ષાનો બેસ્ટ સોશિયલ સર્વિસ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો. આ વર્ષ આંતરરાષ્ટ્રીય સ્તરે તેમના સંશોધન  પસંદગી પામતા સમગ્ર વિશ્વમાં મોરબી શહેર પ્રશંસાને પાત્ર બન્યુ છે અને તેમની આ સિદ્ધી બદલ ચોમેરથી શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે  અને મોરબી ઉપરાંત સમગ્ર ગુજરાતનુ ગૌરવ વધાર્યું છે.






Latest News