ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના હરીપર પાસે કાર પલટી જતાં કાર ચાલકની પત્ની-જમાઈનું મોત: દીકરી-બે ભાણેજ સહિત ચાર સારવારમાં


SHARE











માળીયા (મી)ના હરીપર પાસે કાર પલટી જતાં કાર ચાલકની પત્ની-જમાઈનું મોત: દીકરી-બે ભાણેજ સહિત ચાર સારવારમાં

માળીયા કચ્છ હાઇવે ઉપર આવેલ હરીપર ગામ નજીક દેવ સોલ્ટ પાસે બાઈક ચાલકને બચાવવા જતા કાર ચાલકે પોતાના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો અને કાર ડિવાઈડર સાથે અથડાયા બાદ પલટી મારી ગઈ હતી જેથી કરીને કારમાં બેઠેલ કાર ચાલકના પત્ની અને જમાઈને વધુ ગંભીર ઈજા થઈ હોવા તે બંનેના મોત નિપજ્યાં છે અને કાર ચાલક, તેની દીકરી અને બે ભાણેજને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે હાલમાં આ બનાવ સંદર્ભે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે ભુજ તાલુકાના બળદિયા ગામના રહેવાસી ગોવિંદભાઈ કલ્યાણભાઈ વેકરીયા જાતે પટેલ (૬૯) એ હાલમાં બળદિયા ગામના જ રહેવાસી કલ્યાણભાઈ નારણભાઈ વેકરીયા સામે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓ પોતાના પત્ની તેજબાઈ સાથે રવજીભાઈની ફોર્ચ્યુન ગાડીમાં રવજીભાઈના પત્ની સાથે તેઓ અમદાવાદના નારણપુર જવા માટે નીકળ્યા હતા અને તેઓની સાથે જ તેમના ગામે રહેતા કલ્યાણભાઈ નારણભાઈ વેકરીયા તેમના પત્ની રમાબેન વેકરીયા તેમની દીકરી કનીશાબેન તથા જમાઈ પ્રકાશભાઈ લાખાણી અને બે ભાણેજ સાથે અમદાવાદ જવા માટે નીકળ્યા હતા અને તે લોકો સામખયારી પુલથી આગળ માળિયા તરફ આવી રહ્યા હતા દરમિયાન કલ્યાણભાઈની ગાડી આગળ હતી અને ફરિયાદી ગોવિંદભાઈની ફોર્ચ્યુન પાછળના આવી રહી હતી ત્યારે કલ્યાણભાઈની ગાડી આડે બાઇક ચાલક આવતા તેણે બાઈકને બચાવવા જતા પોતાની ગાડીના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો જેથી તેની ગાડી રોડ સાઈડના ડિવાઇડર સાથે અથડાવી હતી અને ગાડી રસ્તા ઉપર પલટી મારી ગઈ હતી

જેથી કરીને ગાડીમાં બેઠેલ કલ્યાણભાઈના પત્ની, દીકરી, જમાઈ અને બે ભાણેજને ઇજાઓ થઈ હતી જેથી કરીને ઈજાગ્રસ્તોને તાત્કાલિક ૧૦૮ મારફતે સારવાર માટે મોરબીની હોસ્પીટલમાં લઈને આવ્યા હતા જોકે સારવાર મળે તે પહેલા કલ્યાણભાઈ નારણભાઈ વેકરીયાના પત્ની રમાબેન કલ્યાણભાઈ વેકરીયા (૬૦) અને જમાઈ પ્રકાશભાઈ રામજીભાઈ લાખાણી (૩૫) બંનેનું ગંભીર ઇજા થવાના કારણે મોત નીપજ્યું હતું અને કાર ચાલક કલ્યાણભાઈ તથા તેની દીકરી કનિશાબેન અને બે ભાણેજને નાના મોટી ઈજા થઈ હોવાથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા હાલમાં ગોવિંદભાઈ વેકરીયાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News