ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના લખધીરપૂર રોડે હેલ્લો કિટી ફેમિલી સ્પાની આડામાં ચાલતું કૂટણખાનું પકડાયું: સંચાલક-ગ્રાહકની અટકાયત


SHARE











મોરબીના લખધીરપૂર રોડે હેલ્લો કિટી ફેમિલી સ્પાની આડામાં ચાલતું કૂટણખાનું પકડાયું: સંચાલક-ગ્રાહકની અટકાયત

મોરબી શહેર અને જિલ્લાના જુદા જુદા વિસ્તારમાં બિલાડીના ટોપની જેમ સ્પાના હાટડા ખુલી ગયા છે અને તેમાં મોટાભાગે અનૈતિક ધામ ચાલતા હોવાની અનેક ફરિયાદો મળી રહી છે તેવામાં મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ હેલ્લો કિટી ફેમિલી સ્પા પ્રાઇવેટ લિમિટેડમાં બહારથી મહિલાને બોલાવીને કુટણખાનું ચલાવવામાં આવતું હોવાની માહિતી મળી હતી જેના આધારે એસઓજીની ટીમે ત્યાં રેડ કરી હતી અને ત્યારે સ્પામાં બહારથી મહિલાને બોલાવનાર શખ્સ તથા કુટણખાનામાં આવેલ ગ્રાહક મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે કોંડમના પેકેટો સહિત કુલ મળીને ૧૪૩૫૦ નો મુદામાલ કબજે કર્યો હતો અને તેની સામે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવેલ છે અને બંને શખ્સનાં કોરોના રિપોર્ટ કરાવ્યા પછી આગળની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે

મોરબી શહેર અને જિલ્લાના મુખ્ય વિસ્તારોથી લઈને હાઇવે રોડ ઉપર જુદા જુદા શોપિંગ સેન્ટરોમાં સ્પાની આડમાં અનૈતિક ધામ ચાલી રહ્યા છે તેવી સ્થાનિક લોકો તરફથી અનેક વખત ફરિયાદો મળતી હોય છે પરંતુ જવાબદાર અધિકારી કે કર્મચારી દ્વારા નકકર કામગીરી કરવામાં આવતી નથી તે હકીકત છે જેથી કરીને ગામમાં કુટણખાનાના ધંધા બેફામ ચાલી રહ્યા છે તેવામાં મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ હેલ્લો કિટી ફેમિલી સ્પા પ્રાઇવેટ લિમિટેડમાં બહારથી મહિલાઓને બોલાવીને કુટણખાનું ચલાવવામાં આવતું હોવાની અને ગ્રાહકોને તમામ સગવડ પૂરી પાડવામાં આવતી હોવાની ફરિયાદ મળી હતી જેના આધારે એસઓજીની ટીમ દ્વારા મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ હેલ્લો કિટ્ટી ફેમિલી સ્પા ખાતે રેડ કરવામાં આવી હતી

ત્યારે સ્થળ ઉપર બહારથી મહિલાને બોલાવનાર વિરલભાઈ સુનિલભાઈ પિત્રોડા જાતે લુહાર (૨૫) રહે મહારાણા પ્રતાપ સર્કલ પાસે ગુજરાત હાઉસિંગ બોર્ડ મોરબી મૂળ રહે રજવાડી રેસ્ટોરન્ટ પાસે ધાંગધ્રા તથા કુટણખાનામાં આવેલ ગ્રાહક ગુડિયા રાજુભાઈ મિશ્રા રહે. હાલ લખધીરપુર રોડ મૂળ રહે મહારાષ્ટ્ર વાળો મળી આવ્યા હતા જેથી મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ધી ઇમોરલ ટ્રાફીક પ્રિવેન્શ૧ન એકટની ૧૯૫૬ની કલમ ૩(૧), ૪, ૫(એ) (ડી), ૬(૧) (બી) મુજબ ગુનો નોંધવામાં આવેલ છે અને પોલીસે સ્થળ ઉપરથી ૩૩૦૦ રૂપિયા રોકડા, બે મોબાઈલ ફોન, કોન્ડમના પેકેટો આમ કુલ મળીને ૧૪૩૫૦ નો મુદ્દા માલ સ્થળ ઉપરથી કબજે કરેલ છે અને બંને શખ્સોનો  કોરોના રિપોર્ટ કરાવ્યા બાદ તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે તેવું જાણવા મળેલ છે અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબી શહેરના પ્રાઇમ લોકેશન જેવા વિસ્તારોમાં પણ સ્પાના ગોરખધંધા ચાલી રહ્યા છે ત્યાં સ્થાનિક પોલીસ દ્વારા શા માટે થઈને આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે તે સૌથી મોટો સવાલ છે






Latest News