મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો
Breaking news
Morbi Today

માળીયા (મી)ની ભીમસર ચોકડીએથી દેશી તમંચા સાથે એક શખ્સ પકડાયો  


SHARE











માળીયા (મી)ની ભીમસર ચોકડીએથી દેશી તમંચા સાથે એક શખ્સ પકડાયો  

મોરબી જીલ્લામાં ગુનેગારોને પકડવા માટે પોલીસ કવાયત કરતી હોય તેવામાં મોરબી જિલ્લા એસ.ઓ.જી.ની ટીમને મળેલ બાતમી આધારે માળીયા મિયાણાની ભીમસર ચોકડી પાસેથી એક શખ્સની દેશી તમંચા સાથે ધરપકડ કરવામાં આવી છે અને તેની સામે માળીયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવી છે

મોરબી જિલ્લા એસ.ઓ.જી.ના પોલિસ હેડ કોન્સ્ટેબલ શેખાભાઇ સગરામભાઇને બાતમી મળી હતી જેના આધારે માળીયા મિયાણાની ભીમસર ચોકડીએ ટીમ પહોચી હતી અને ત્યાં મળેલ બાતમી મુજબનો શખ્સ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે તેને ચેક કરતાં તેની પાસેથી દેશી હાથ બનાવટનો એક તમંચો મળી આવ્યો હતો જેથી પોલીસે રૂષભ કીરીટભાઇ શાહ (૨૯) રહે. નવા જંકશન રોડ મણિયાર નગર વિંગ -૧ બ્લોક નંબર ૧૦૫ સુરેન્દ્રનગર વાળાને ઝડપી લીધો હતો અને તેની પાસેથી ૫,૦૦૦ ની કિંમતનો એક  દેશી તમંચો કબજે કર્યો હતો અને તેની સામે માળીયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એકટ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News