મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વાંકાનેરના કોઠી અને મહિકા ગામે કલેક્ટરની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો ટંકારાના વિરપર ગામે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ૧૪ મી સપ્ટેમ્બર વિશ્વ હિન્દી દિવસ તથા રાષ્ટ્રીય અંધજન ધ્વજ દિવસ અનુસંધાને વક્તુત્વ સ્પર્ધાનું આયોજન


SHARE











મોરબીમાં ૧૪ મી સપ્ટેમ્બર વિશ્વ હિન્દી દિવસ તથા રાષ્ટ્રીય અંધજન ધ્વજ દિવસ અનુસંધાને વક્તુત્વ સ્પર્ધાનું આયોજન

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી ગાંધીનગર" દ્વારા માન્ય "આર્યભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી ખાતે કાર્યરત છે.આજે દુનિયાભરમાં ભલે અંગ્રેજી ભાષાનું ચલણ હોય પરંતુ આપણા ભારતીયો માટે હિન્દી ભાષાની જગ્યા બીજી કોઈ ભાષા લઈ શકે નહીં.હિન્દીને રાજભાષાનો દરજ્જો ૧૪ મી સપ્ટેમ્બર ૧૯૪૯ ના રોજ મળ્યો હતો.ત્યારથી દર વર્ષે આ તારીખ હિન્દી દિવસ તરીકે મનાવવામાં આવે છે.આપણે બધા અંગ્રેજીને શીખવામાં એટલા વ્યસ્ત થઈ ગયા છીએ.તા.૧૪-૯ ના રોજ રાષ્ટ્રીય અંધજન ધ્વજ દિવસ સમગ્ર દુનિયામાં બ્લાઇન્ડ ફ્લેગ ડે તરીકે મનાવવામાં આવે છે.સમાજમાં જાગૃતિ આવે તથા વધુમાં વધુ ચક્ષુદાન દ્વારા અંધત્વ નિવારણ જુદા-જુદા પ્રોજેક્ટથી અંધજનોને મદદરૂપ થવાના પ્રયાસ કરવામાં આવે છે.તદુપરાંત જન્મથી અંધ વ્યક્તિ સાથે સમાજના લોકોના વ્યવહાર તથા તેમની જરૂરિયાતો અંગે જાગૃતિ કેળવાય અને પ્રજ્ઞાચક્ષુ લોકો પણ દેશના વિકાસમાં યોગદાન આપી શકે છે.

તા.૧૪ મી સપ્ટેમ્બરનાં દિવસે અંધ ધ્વજ દિવસ સાથે  વિશ્વ હિન્દી દિવસ પણ છે આ દિવસોનાં અનુસંધાને કેટેગરી મુજબ આપેલ બન્ને બાબતોના પ્રશ્નોનાં જવાબના વિડીઓ દ્વારાં ઘરે બેઠાં સ્પર્ધામાં ભાગ લેવા આહવાન કરીયેલ છે.વિડીઓ બનાવી વૉટ્સેપ નંબર એલ.એમ.ભટ્ટ  (મો.98249 12230, 87801 27202) અથવા દિપેનભાઈ ભટ્ટ (મો.97279 86386) ને મોકલી આપવાનો રહેશે. સ્પર્ધામાં ભાગ લેતાં બધાજ સ્પર્ધકોને પ્રમાણપત્ર તથા તેમાંનાં શ્રેષ્ઠ જવાબ આપ્યો છે તેવાં વિજેતાઓ ને શીલ્ડ તથા પ્રમાણપત્ર આપવામાં આવશે.વિજેતાઓના વિડીયો આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબીની યુટ્યુબ ઉપરથી જોઈ શકાશે. સ્પર્ધામાં ભાગ લેવા છેલ્લી તા.૧૪-૯ ના રાત્રીના ૯:૩૦ સુધીમાં આપનાં વિચારો રજુ કરતો શોર્ટ વિડીયો મોકલી આપવાનો રહેશે.






Latest News