મોરબીના બાયપાસ રોડ ઉપરથી 10 જેટલા કાચા પાકા દબાણોને મનપાની ટીમે તોડી પાડ્યા મોરબીમાં ઘરેલુ હિંસાથી પીડિત સગર્ભા મહિલાને અજુગતુ પગલુ ભરતા બચાવતી 181 અભયમ ટીમ વાંકાનેરમાં મંદિરના નવનિર્માણના નામે જુદાજુદા બે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતો એજન્ટ પકડાયો: 13 સામે ગુનો નોંધાયો મોરબીના નીચી માંડલ પાસે રોડ ક્રોસ કરતાં યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગમાં 3 ફ્રેકચર: વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત વાંકાનેર-માળીયા તાલુકા અને મોરબી શહેરમાં વિદેશી દારૂની 4 રેડ: દારૂની નાની મોટી 30 બોટલ કબ્જે માળીયા (મી)ના નવલખી પોર્ટ ખાતે કાકા સાથે રહેતા સગીરને બે દિવસ પછી રાજકોટ માતા પાસે જવાનું કહેતા અતિંમ પગલુ ભર્યુ-મોત મોરબીના સોખડા ગામે ઘરેથી નીકળી ગયેલ માનસિક બીમાર યુવાનનો ખેતરમાંથી કોહવાય ગયેલ હાલતમાં મૃતદેહ મળ્યો: વાંકનેરમાં વૃદ્ધનું બીમારી સબબ મોત
Breaking news
Morbi Today

મોરબીના નાની વાવડી ગામે મકાનમાં જુગાર રમતા છ શખ્સો ૪૮,૦૧૦ ની રોકડ સાથે પકડાયા


SHARE











 

મોરબીના નાની વાવડી ગામે મકાનમાં જુગાર રમતા છ શખ્સો ૪૮,૦૧૦ ની રોકડ સાથે પકડાયા

મોરબી તાલુકાના નાની વાવડી ગામે ગુરૂકૃપા સોસાયટીના રહેણાંક મકાનમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે જુગારની રેડ કરતાં જુગાર રમતા છ ઇસમો મળી આવયહ આતા જેથી પોલીસે ૪૮,૦૧૦ નો મુદામાલ કબ્જે કરીને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબી તાલુકા પીઆઇ એમ.આર.ગોઢાણીયાની સૂચના મુજબ ટીમ કામ કરી રહી છે ત્યારે યોગીરાજસિંહ જાડેજા તથા પંકજભા ગઢડાને મળેલ ખાનગી બાતમી હકીકત આધારે પીએસઆઈ વી.જી. જેઠવા તથા સ્ટાફના માણસોએ નાની વાવડી ગામે ગુરૂકૃપા સોસાયટીમાં આરોપી રણછોડભાઇ ગંગારામભાઇ પનારાના મકાનમાં જુગારની રેડ કરી હતી ત્યારે જુગાર રમતા રણછોડભાઇ ગંગારામભાઇ પનારા, નિલેશભાઇ ભુપતભાઇ ગૌસ્વામી, પરબતભાઇ ધનજીભાઇ પડસુંબીયા, જીગ્નેશભાઇ પોપટભાઇ સતાપરા, શાંતિલાલ ઉર્ફે ભીખાલાલ હરજીભાઇ ગોધાણી અને  શાંતિલાલ હરજીવનભાઇ હાજીપરા મળી આવ્યા હતા જેથી પોલીસે ૪૮,૦૧૦ નો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી કરેલ છે આ કામગીરી પીએસઆઈ વી.જી. જેઠવા, નગીનદાસ નિમાવત, સુરેશભાઇ હુંબલ, હરેશભાઇ આગલ, યોગીરાજસિંહ જાડેજા, જયેશભાઇ ચાવડા, ફતેસંગ પરમાર, દિવ્યરાજસિંહ જાડેજા, જયદીપભાઈ પટેલ, પંકજભા ગઢડા અને રવિરાજસિંહ ઝાલાએ કરી છે.

દેશી દારૂ ભરેલી કાર પકડાઈ

મોરબી નજીક રફાળેશ્ચર જીઆઈડીસી પાસે મેગ્નમ કારખાનાની સામે રૉડ પરથી હયુન્ડાઇ સેન્ટરો કાર પસાર થતી હતી જેને રોકીને તલાસી લેવામાં આવતા કાર ૮ બાચકા દેશી દારૂ મળી આવ્યો હતો જેથી ૨૦૦ લિટર દેશી દારૂ અને કાર નંબર જીજે ૩ એબી ૬૧૦૩ મળીને પોલીસે ૧૦૯૦૦૦ ના મુદામાલ  સાથે દિલીપભાઇ મનસુખભાઇ ગાબુ જાતે કોળી ઉવ ૧૯ રહે. ચોટીલા ધર્મશાળા પાછળ મફતીયાપરા વાળાને પકડેલ છે અને આ આરોપીએ દેશીદારૂ જયરાજભાઈ પોલભાઇ કાઠી જાતે દરબાર રહે. સાલકડા ચોટીલા વાળા પાસેથી મેળવી પોતાના કબજા ભોગવટાવાની હયુન્ડાઇસેન્ટરો કારમાં ભર્યો હતો અને જયદીપભાઇ કાઠી જાતે દરબાર રહે. ચોટીલા અને હિતેશભાઇ કોળી રહે. ચોટીલા વાળાઓ ગાડીના આગળના ભાગે સ્પલેન્ડર મોટર સાયકલ લઇ પાઇલોટીંગ કરી રહ્યા હતા જેથી પોલીસે હાલમાં એક આરોપીની ધરપકડ કરીને બીજા ત્રણ આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

યુવતી સારવારમાં

મોરબી તાલુકાના બગથળા ગામે રહેતી કોમલબેન હરજીવનભાઈ ઢોરીયા નામની ૨૧ વર્ષીય યુવતીએ કોઈ કારણોસર તેના ઘેર ગઈકાલે ઝેરી દવા પી લેતા તેણીને સારવાર માટે અહીંની મંગલમ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. બનાવની જાણ થતાં મોરબી તાલુકા પોલીસ મથકના મહિલા એએસઆઇ એન.જે.ખડીયાએ બનાવના કારણ અંગે આગળની તપાસ હાથ ધરી છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ

 





Latest News