તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબી શહેર-તાલુકામાં દારૂની ૮૫ બોટલ સાથે ચાર શખ્સ ઝડપાયા, એકની શોધખોળ


SHARE











મોરબી શહેર-તાલુકામાં દારૂની ૮૫ બોટલ સાથે ચાર શખ્સ ઝડપાયા, એકની શોધખોળ

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ કુબેરનગરમાં રહેણાક મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ઘરમાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને ૭૭ બોટલો મળી આવી હતી જેથી પોલીસે ૩૨,૩૦૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને હાલમાં એક શખ્સની ધરપકડ કરેલ છે જો કે, ઘરધણી હાજર ન હોવાથી તેની સામે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ ઉપર આવેલ કુબેરનગરમાં રહેતા અરવિંદભાઈ રામભાઈ ચાવડાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેથી સ્થાનિક પોલીસ દ્વારા તેના ઘરની અંદર દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ઘરમાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને ૭૭ દારૂની બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૩૨૩૦૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને જ્યારે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી ત્યારે ઘરમાંથી ધીરજભાઈ ગોવિંદભાઈ ચાવડા જાતે આહિર (૪૬) રહે. નવલખી રોડ યમુના નગર શેરી નં-૫ મૂળ રહે. નાની બરાર તાલુકો માળીયા વાળો મળી આવતા પોલીસે તેની ધરપકડ કરી હતી અને ઘરધણી અરવિંદભાઈ રામભાઈ ચાવડા હાજર ન હોવાથી પોલીસે તેની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

પાંચ બોટલ દારૂ

મોરબી તાલુકાના થોરાળા ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની પાંચ બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૧૮૭૫ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને હાલમાં આરોપી જગમલભાઈ ભગવાનજીભાઈ ધોળકિયા (૨૯) રહે. રાજપર વાળાની ધરપકડ કરેલ છે

બે બોટલ દારૂ

મોરબી તાલુકાના મકનસર ગામ પાસેથી પસાર થતા બાઇક ચાલકને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની બે બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૭૫૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલો અને ૩૦,૦૦૦ રૂપિયાની કિંમતનું બાઇક આમ કુલ મળીને ૩૦,૭૫૦ ની કિંમતના મુદ્દામાલ સાથે યતિશભાઈ બાબુભાઈ મુછડીયા (૨૩) રહે. રફાળેશ્વર વાળાની ધરપકડ કરેલ છે

એક બોટલ દારૂ

મોરબીની નાની બજારમાંથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવતા પોલીસે ૪૫૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલ સાથે કિરણભાઈ ઉર્ફે બેબો નાગજીભાઈ દેગામા જાતે કોળી (૨૬) રહે લીલાપર ગામ વાળાની ધરપકડ કરેલ છે






Latest News