મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં યુવાને ધંધા માટે ૧૭.૫૦ લાખ વ્યાજે લઈને ૩૨.૪૦ લાખ ચુકવ્યા તો પણ પઠાણી ઉઘરાણી ચાલુ !


SHARE







વાંકાનેરમાં યુવાને ધંધા માટે ૧૭.૫૦ લાખ વ્યાજે લઈને ૩૨.૪૦ લાખ ચુકવ્યા તો પણ પઠાણી ઉઘરાણી ચાલુ !

વાંકાનેર ના હસનપર ખાતે રહેતા યુવાને ધંધા માટે થઈને જુદા જુદા બે વ્યક્તિઓ પાસેથી વ્યાજે ૧૭.૫૦ લાખ રૂપિયા લીધા હતા જેની સામે તેણે ૩૨.૪૦ લાખ ચૂકવી દીધા છે તેમ છતાં પણ હજુ પણ તેની પાસેથી બળજબરીથી વધુ રકમ કઢાવવા માટે થઈને પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી છે અને યુવાને કોરા ચેક આપેલ છે તે બાબતે કેસ કરવાની ધમકીઓ આપવામાં આવી રહી છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેરના હસનપર ખાતે રહેતા ઉત્તમભાઈ અવચરભાઈ પીપળીયા જાતે કોળી (૩૪) એ ભરતભાઇ ચોંડાભાઇ પરસોંડા રહે. જલારામ જીન પાસે ભાટિયા સોસાયટી વાંકાનેર અને સુરેશભાઈ ભલાભાઇ ડાભી રહે. ધમલપર તાલુકો વાંકાનેર વાળાની સામે વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા હોવા અંગેની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે ફરિયાદીએ પોતાના ધંધા માટે થઈને ઉંચા વ્યાજે જુદાજુદા સમયે બંને શખ્સ પાસેથી રૂપિયા લીધા હતા જેમાં ભરતભાઈ પરસોંડા પાસેથી પાંચ લાખ રૂપિયા તથા સુરેશભાઈ ડાભી પાસેથી ૧૨.૫૦ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા જેની સામે ભરતભાઈને ૩.૬૦ લાખ અને સુરેશભાઈને ૨૮.૮૦ લાખ રૂપિયા ચૂકવી દીધા છે તેમ છતાં પણ તેની પાસેથી બળજબરીથી વધુ રકમ પડાવવા માટે થઈને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી છે અને ભરતભાઈએ તેની પાસેથી કોરા ચેક લીધા હતા તે બાબતે કેસ કરવાની ધમકીઓ આપી રહ્યા છે જેથી ભોગ બનેલા યુવાન દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આઇ.પી.સી. કલમ ૩૮૪૫૦૬ તથા ગુજરાત નાણા ધીરધાર કરનારાઓ બાબતે અધિનિયમ ૨૦૧૧ ની કલમ ૫૪૦૪૨(એ)૪૨(ડી) મુજબ વ્યાજખોરોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News