વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીના જુદીજુદી જ્ઞાતિ-સમાજના લોકો આવ્યા જયસુખભાઇ પટેલના સમર્થનમાં: સોશ્યલ મીડિયામાં ધડોધડ પોસ્ટ વાઇરલ


SHARE











મોરબીના જુદીજુદી જ્ઞાતિ-સમાજના લોકો આવ્યા જયસુખભાઇ પટેલના સમર્થનમાં: સોશ્યલ મીડિયામાં ધડોધડ પોસ્ટ વાઇરલ

મોરબીની ઝુલતાં પુલની ઘટનામાં જયસુખભાઇ પટેલની ધરપકડ કરવામાં આવી છે અને હાલમાં તે રિમાન્ડ ઉપર છે ત્યારે મોરબીમાં ભાલોડીયા પરિવારને ભામાશા તરીકે લોકો જાણે છે તે પરિવારના જયસુખભાઇ પટેલના સમર્થનમાં જુદાજુદા જ્ઞાતિ અને સમાજના આગેવાનો આવ્યા છે અને હાલમાં સોશ્યલ મીડિયામાં પોસ્ટ ધડોધડ વાઇરલ કરવામાં આવેલ છે

મોરબીના ઝૂલતા પુલની ગોઝારી દુર્ઘટનામાં પહેલા નવ આરોપીને પકડવામાં આવ્યા હતા અને છેલ્લે ઓરેવા ગ્રૂપના જયસુખભાઈ પટેલની ધડપકડ કરીને તેને હાલમાં રિમાન્ડ ઉપર લેવામાં આવેલ છે ત્યારે હજુ સુધી પાલિકાના અધિકારી, પદાધિકારીએ કે સભ્યોની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તે હક્કીત છે જેથી કરીને હવે સોશ્યલ મીડિયા ઉપર જયસૂખભાઈ પટેલનું ખુલ્લુ સમર્થન કરવામાં આવી રહ્યું છે અને હાલમાં આઈ સપોર્ટ જયસુખભાઈ પટેલનામથી મુમેંટ શરૂ કરવામાં આવી છે

અત્યાર સુધી આવી કોઈ પોસ્ટ આવી ન હતી જો કે, ગુરુવારે સવારથી સોશિયલ મીડિયા પર પોસ્ટનો મારો શરૂ કરવામાં આવ્યો છે અને હાલમાં ફેસબુક તેમજ વ્હોટ્સ એપ ઉપર લોકો જયસુખભાઈ પટેલના સમર્થનની પોસ્ટ મૂકી રહ્યા છે અને તેના પિતા એસડબલ્યુ. ઓધવજીભાઈ પટેલ અને તેનો પરિવાર સામાજિક કાર્યોમાં હંમેશા અગ્રેસર રહ્યો છે અને લોકોની મદદ કરી છે એટ્લે તે પરિવારને ભામાશા તરીકે આ વિસ્તારમાં લોકો જાણે છે ત્યારે આગામી સમયમાં આઈ સપોર્ટ જયસુખભાઈ પટેલમુમેંટ વધુ રંગ લાવે તો નવાઈ નથી

વધુમાં સોશ્યલ મીડિયામાં જે મેસેજ ફરી રહ્યા છે તેમાં એવી પણ લખવામાં આવ્યું છે કે, પુલ માટેની પ્રથમ જવાબદારી પાલિકાની હતી છતાં આ ઘટના બાદની પોલીસ દ્વારા પાલિકા સામે કોઈ કાર્યવાહી કેમ કરવામાં આવી નથી ? પાલિકાના ચીફ ઓફિસર સહિતનાઓની સામે કયારે કાર્યવાહી કરવામાં આવશે ? આ ઘટનામાં ૧૩૫ લોકોના મોત થયા છે તો પણ પુલ જેનો છે તેની સામે કોઈ કાર્યવાહી કેમ નહીં ? વિગેરે અને મેસેજ હાલમાં સોશ્યલ મીડિયામાં ફરી રહ્યા છે






Latest News