મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો
Breaking news
Morbi Today

મોરબીમાં મકાન વેચાણના રૂપિયા બાબતે પત્ની સાથે બોલાચાલી બાદ છરીનો ઘા ઝીકિને વૃદ્ધે કરી હત્યા


SHARE











મોરબીમાં મકાન વેચાણના રૂપિયા બાબતે પત્ની સાથે બોલાચાલી બાદ છરીનો ઘા ઝીકિને વૃદ્ધે કરી હત્યા

મોરબી તાલુકાના મકનસર ગામ પાસે આવેલ પ્રેમજીનગર ખાતે રહેતા દંપતી વચ્ચે ગામડે વેચેલા મકાનના રૂપિયા બાબતે બોલાચાલી અને ઝઘડો થયો હતો ત્યારબાદ વૃદ્ધે તેની જ પત્નીને છરીનો ઘા મારી દીધો હતો જેથી કરીને ઈજા પામેલ વૃદ્ધાનું સારવાર મળે તે પહેલા જ ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને હત્યાના આ બનાવમાં મૃતક મહિલાના દીકરાએ તેના જ પિતાની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ રામપર ગામના રહેવાસી અને હાલમાં મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ મકાનસર ગામ પાસે પ્રેમજીનગરમાં રહેતા જીતેન્દ્રભાઈ રામજીભાઈ રાણવા (૩૨) એ તેના પિતા રામજીભાઈ ચકુભાઈ રાણવાની સામે હત્યાની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓના માતા ગંગાબેન રામજીભાઈ રાણવા (૬૦) તેના ઘરે હતા ત્યારે ૧૫ દિવસ પહેલા રામપર ગામે તેઓનું મકાન વેચ્યું હતું તેના પૈસા આવ્યા હતા તે પૈસા બાબતે ફરિયાદીના માતા ગંગાબેન અને પિતા રામજીભાઈની વચ્ચે બોલા ચાલી અને ઝઘડો થયો હતો અને ત્યારે ફરિયાદીના પિતા રામજીભાઈ રાણવાએ ફરિયાદીની માતા ગંગાબેનને છાતીના ભાગે છરીનો જીવલેણ ઘા ઝીકિ દીધો હતો જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને ફરિયાદીને પણ ગળાના ભાગે છરી વડે તેના પિતાએ ઇજા કરી હતી જેથી કરીને હાલમાં ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પોતાના જ પિતાની સામે તેની માતાની હત્યા કરી હોવા અંગેની ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબીના લાલપર ગામ પાસે બાઈકને ટ્રક ચાલકે હડફેટે લીધું હતું જેથી કરીને મોરબી તાલુકાના બંધુનગર ગામે રહેતા સુખદેવભાઈ પરસોત્તમભાઈ દલસાણીયા (૫૦) ને ઈજા થઈ હોવાથી તેને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યા છે અને અકસ્માતમાં આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

ખનીજ ચોર સામે કાર્યવાહી

મોરબીના નવલખી રોડ ઉપર નવલખી ફાટક પાસેથી ડમ્પર નં જીજે ૧૩ એડબલ્યુ ૮૨૯૨ પસાર થઈ રહ્યું હતું જેમાં સાદી રેતી ૩૬ ટન ભરેલી હતી અને તે રેતી ગેરકાયદેસર ભરી હોય ખનીજનું ગેટકાયદે પરિવહન કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું જેથી ડ્રાઇવર ભરત કમાભાઈ ડામોર (ઉંમર ૨૩) રહે. મીતાણા દેવાભાઈની હોટલ અને વાહનના માલિક દિનેશભાઈ પટેલ રહે. રાજકોટ વાળાને આરટીઓનો મેમો ફટકારવામાં આવ્યો હતો અને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી






Latest News