મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીની રામજીયાણી શેરીમાં ઘરના ઉંબરે ચક્કર આવતા પડી ગયેલા વૃદ્ધનું મોત


SHARE











મોરબીની રામજીયાણી શેરીમાં ઘરના ઉંબરે ચક્કર આવતા પડી ગયેલા વૃદ્ધનું મોત

મોરબીના ગ્રીનચોક વિસ્તાર પાસે આવેલ રામજીયાણી શેરીમાં રહેતા વૃદ્ધ પોતાના ઘરે હતા ત્યારે ઉંબરા પાસે ચક્કર આવતા પડી ગયા હતા જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જોકે ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં ગ્રીન ચોક પાસે આવેલ રામજીયાની શેરીમાં રહેતા અને ગેરેજ ચલાવતા ભુપતભાઈ અમરશીભાઈ જારીયા જાતે કારડીયા રજપુત (૬૫) પોતાના ઘરે હતા ત્યારે ઘર પાસે ઉંબરા નજીક ચક્કર આવતા તે પડી ગયા હતા જેથી કરીને તાત્કાલિક તેના આડોશી પાડોશી રિક્ષામાં બેસાડીને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે ભુપતભાઈ જારીયાને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની મોરબી સિવિલ હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં આવેલ મહારાણા પ્રતાપ સર્કલ પાસેથી મોરબી તાલુકાના ખાખરાળા ગામે રહેતો રાહુલ રવાભાઈ ડાંગર (૨૯) નામનો યુવાન પસાર થતો હતો ત્યારે ત્યાં વાહન અકસ્માતમાં બનાવ બન્યો હતો અને તેમાં રાહુલભાઈ ડાંગરને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના જોધપર નદી ગામે રહેતા રાહુલભાઈ રમેશભાઈ સોલંકી (૨૪) પોતાના ઘરેથી વિન્ટોડ વિટ્રીફાઈડના કારખાને જતા હતા ત્યારે રસ્તામાં આવતા રેલવે ફાટક પાસે તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી રાહુલભાઈને જમણા હાથે ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News