ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીમાંથી સગીરાનું અપહરણ કરનારા આરોપીને પાંચ વર્ષની સજા


SHARE







મોરબીમાંથી સગીરાનું અપહરણ કરનારા આરોપીને પાંચ વર્ષની સજા

મોરબી નજીકના સોસાયટી વિસ્તારમાં રહેતી સગીરાને લલચાવી ફોસલાવીને ભગાડી જવામાં આવી હતી ને બાદમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને અપહરણની ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડ્યો હતો અને આ કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતા આરોપીને પાંચ વર્ષની સજા ફટકારવામાં આવી છે

મોરબી નજીક સોસાયટી વિસ્તારમાં રહેતી સગીરાનું વર્ષ ૨૦૧૭ માં અપહરણ કરવામાં આવ્યું હતું અને આ સગીરા ટ્યુશનમાં ઘરે કે શાળાએ જતી હતી ત્યારે આદિલ ગફારભાઈ સોલંકી નામનો શખ્સ તેના સંપર્કમાં આવ્યો હતો અને તા ૩૧/૧/૧૭ ના રોજ તેને લલચાવી ફોસલાવીને અપહરણ કરવામાં આવ્યું હતું જો કે સગીરાની ઉમર પૂરી ન હોવાથી તેને આરોપી પાછો મૂકી ગયો હતો જેથી કરીને સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવી હતી. જે ગુનામાં પોલીસે ચાર્જશીટ ફાઇલ કર્યા બાદ આજે મોરબી ડિસ્ટ્રીકટ કોર્ટમાં કેસ ચાલી ગયો હતો જેમાં સરકારી વકીલ વિજયભાઈ જાનીએ દલીલો કરી હતી અને ૧૮ મૌખિક પુરાવા તેમજ ૨૪ દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા જેને ધ્યાને લઈને કોર્ટે આરોપી આદિલ ગફારભાઈ સોલંકીને પાંચ વર્ષની સજા ફટકારી છે 






Latest News