ટંકારાના ડેમી-2 ડેમના 2 દરવાજા ચેકડેમો ભરવા માટે 1 ફૂટ ખોલ્યા ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ
Breaking news
Morbi Today

ટંકારાના બાપા સીતારામ શાંતિ આશ્રમ ખાતે ભાગવત સપ્તાહ સંપન્ન


SHARE











ટંકારાના બાપા સીતારામ શાંતિ આશ્રમ ખાતે ભાગવત સપ્તાહ સંપન્ન

ટંકારા ગામ સમસ્ત બાપા સીતારામ શાંતિ આશ્રમ ખાતે ચાલી રહેલી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો આજે અંતિમ દિવસ હતી ત્યારે કથાનું રસપાન કરવા માટે હજારો ભાવિકો ઉમટયા હતા અને નદીના કિનારે વનવગડ સમા આશ્રમે ઈશ્ર્વરની લીલા આબેહૂબ ઉજવી હતી

ટંકારા ગામથી ઉગમણી સિમના કેડે કોઠારીયા રોડ ઉપર આવેલ શ્રી પ્રાયશ્ચિત હનુમાનજી મંદિર અને બાપા સીતારામ સેવા સમિતિ તથા સમસ્ત ટંકારા ગામ દ્વારા શાંતિ આશ્રમ મુકામે વિશ્રામગૃહના લાભાર્થે બાળ વિદુષી રતનેશ્વરીબેન(રામધન આશ્રમ-મોરબી) સવારે ૯ થી ૧૧ અને બપોરે ૩ થી ૫ કલાકે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવ્યું હતું. આ દરમિયાન પરીક્ષિત રાજાનો જન્મ, ભગવાનના વિવિધ અવતારો, કૃષ્ણ જન્મોત્સવ, રૂક્ષ્મણી વિવાહ, સુદામા ચરિત્ર, પરીક્ષિત મોક્ષ જેવા અનેક વિવિધ પ્રસંગો ધામધૂમથી અને ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. રૂક્ષમણી વિવાહમા ગાડા બળદમા જાન આવી હતી અને લગ્ન ગીતોની રમઝટથી વાતાવરણ શરણાઈના સૂર અને તાલની સંગત સાથે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો  આ ઉપરાંત કથા વિરામ બાદ દરરોજ ભક્તજનોને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલું હતું અને જગ્યાના મહંત પ્રાણજીવનદાસ બાપુ હસ્યા મુખે રાહદારીને ઓટલો અને રોટલો ખવડાવી રાજી થાય છે. અહીંથી નટખટ કાનુડાના દર્શને દ્રારકા જતા અને આઈ ખોડીયાર માતાના દર્શને માટેલ પગપાળા જતા યાત્રાળુ માટે વિશ્રામ ગૃહ સહિતની સુવિધા ત્યાં રાખવામા આવી છે

મોરબીમાં ૧૩માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાશે

‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’ની થીમ ઉપર આગામી તા ૨૫ મી જાન્યુઆરીના રોજ  વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને “મતદાનથી વિશેષ કંઈ નથી, હું અવશ્ય મતદાન કરીશ” તેનો મેસેજ લોકોને આપવામાં આવશે

ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હીના માર્ગદર્શન હેઠળ આગામી તારીખ ૨૫ મી જાન્યુઆરીના રોજ  મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. 'રાષ્ટ્રીય મતદાતા દિવસ'  ની થીમ  "મતદાનથી વિશેષ કંઈ નથી, હું અવશ્ય મતદાન કરીશ" રાખવામાં આવ્યું  છે. જે અન્વયે મોરબી જિલ્લામાં ૧૩માં રાષ્ટ્રીય મતદાતા દિવસ-૨૦૨૩ની ઉજવણી ૨૫/૦૧/૨૦૨૩ ના રોજ સવારે ૧૧:૩૦ કલાકે, એલ.ઇ.કોલેજ (ડીગ્રી)ના સેમિનાર હોલ ખાતે કરવામાં આવનાર છે.






Latest News