હળવદના ચરાડવા ગામે કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: મોરબીના ઘૂટું ગામે કૂવામાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત મોરબી સુરજબાગમાં બાલ ભવન બનાવવા ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખની માંગ મોરબીમાં જલારામ ધામ ખાતે સ્વ.રમણીકભાઈ પોપટ અને પોપટ પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે મોરબીમાં દત્તક લીધેલી વિદ્યાર્થિનીને મુસ્કાન વેલફેર સોસાયટીનો સતત સહયોગ મોરબીમાં રાજપૂત સમાજ ભવન માટે જમીન આપવા બદલ રાજવી પરિવારના મહારાજા કુમારીઓનું ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરીને આભાર વ્યક્ત કરાયો મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબના પ્રમુખ પદે સતત બીજા વર્ષે ડો. સુષ્માબેન દુધરેજીયાની  નિમણુક ભયંકર પરિસ્થિતિના એંધાણ: મોરબીના સિરામિક વોલ ટાઇલ્સના કારખાના 1 મે સુધી બંધ, ઉદ્યોગકારોનો સામૂહિક નિર્ણય, પાર્કિંગ પોર્સોલિન અને ડબલ ચાર્જ ટાઇલ્સમાં પણ બંધ લંબાવશે મોરબીના અજય લોરીયાની ક્રાઈમ કુંડળી સાથે સિરામિક ઉદ્યોગકારો-પાટીદાર સમાજના આગેવાનોએ એસપીને કરી રજૂઆત: ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા આહ્વાન
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ૧૪૫ સહિત ભરવાડ સમાજના ૩૦૦૧ યુગલ થરા ખાતે યોજાનાર સમૂહલગ્નમાં લગ્નગ્રંથિએ જોડાશે


SHARE











મોરબી જિલ્લાના ૧૪૫ સહિત ભરવાડ સમાજના ૩૦૦૧ યુગલ થરા ખાતે યોજાનાર સમૂહલગ્નમાં લગ્નગ્રંથિએ જોડાશે

મોરબી જિલ્લાના ૧૪૫ દંપતિ સહિત ૩૦૦૧ નવવધુ ભરવાડ સમાજની ગુરૂગાદી થરા ખાતે ગ્વાલીનાથ મહાદેવના સાંનિધ્યમાં લગ્નગ્રંથિથી જોડાશે. ભવ્યાતિભવ્ય આયોજન ભાગવત કથા પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સહિતના કાર્યક્રમોનું ૮૫૦ વિધા જમીન તૈયાર આયોજન કરવામાં આવ્યું છે જેમાં લાખો લોકો ઉમટી પડશે

આજથી ૯૦૦ વર્ષ પૂર્વ ભરવાડ સમાજની ગુરૂગાદી થરા(જી.બનાસકાંઠા) ખાતે ગ્વાલીનાથ મહાદેવના સાનિધ્યમાં સૌપ્રથમ જંગવિવાહ(સમુહલગ્ન) યોજાયો હતો. જેમાં ૩૦૦૯ દિકરીઓએ પ્રભુતામાં પગલા માંડયા હતા. એજ સ્થાન ઉપર બીજો જંગવિવાહ આગામી તા. ૩૦/૧/૨૩ અને ૩૧/૧/૨૩ ના રોજ યોજાઇ રહયો છે. જેમાં સમગ્ર ગુજરાત-મહારાષ્ટ્ર-મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી 3001 દિકરીઓ એક સાથે પ્રભુતામાં પગલા માંડશે. આ ઐતિહાસિક મંગલ ઘડીના સાક્ષી બનવા અને સમુહલગ્ન તેમજ ધાર્મીક ઉત્સહમાં જોડાવા સમસ્ત માલધારી સમાજને આહવાન કરવામાં આવે છે. આ જાજરમાન સમુહલગ્નનું વર્લ્ડ ગીનીસ બુકમાં નોમીનેશન કરવામાં આવશે.

૮૫૦ વિઘા જમીનમાં આયોજન

ત્યારે પ્રથમ પડાવ બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાના થરા ખાતે નાખ્યો હતો. જયાં ભગવાન શ્રીકૃષ્ણના હસ્તે ગ્વાલીનાથ મહાદેવની સ્થાપના કરવામાં આવી હતી. આ ઐતિહાસિક સ્વયંભુ મહાદેવની પુન:પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવનાર છે. જેના ભાગ શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ભરવાડ સમાજની ગુરૂગાદીના બ્રહ્મલીન મહંત પરમ પૂજય શિવપુરી બાપુનો ભંડારો પણ યોજાશે. ગુરૂગાદી થરાના પરમપૂજય ધનશ્યામપુરીબાપુ ગુરૂ શિવપુરીબાપુના આશિર્વાદ અને સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ યોજાનાર ૧૦૦૦ દિકરીઓના સમુહલગ્ન, શ્રીમદ્ ભાગવત કથા, ગ્વાલીનાથ મહાદેવની પુન:પ્રાણપ્રતિષ્ઠા, મહારૂદ્રી યજ્ઞ તથા શિવપુરીબાપુનો ભંડારો આ તમામ ધાર્મીક ઉત્સવના યજમાન બેચરભાઈ તેજાભાઇ ગમારા(અમદાવાદ) છે. આ સમગ્ર ધાર્મીક ઉત્સવને ગ્વાલીનાથ મહાદેવ થરાનો સમૈયો એવું નામ આપવામાં આવ્યું છે.

૩૦૦૧ દિકરીઓ પ્રભુતામાં પગલા માંડશે

આ ઐતિહાસિક સમુહલગ્નમાં જોડાયેલ તમામ દિકરીઓને ધરવખરીની ૨૫૧ ચીજવસ્તુઓ સાથેનો કરીયાવર દરેક ના ઘરે પહોંચતો કરી દેવામાં આવ્યો છે. ભરવાડ સમાજના ધર્મગુરૂ મહામંડલેશ્વર પ.પૂ.ઘનશ્યામપુરી બાપુના માર્ગદર્શન હેઠળ સમુહ લગ્ન તડામાર તૈયારીઓ ચાલુ રહી છે. થરા સમૈયો સમુહ લગ્નની વિગતો જણાવતા વિનુભાઈ ગમારાએ જણાવ્યુ હતુ કે તમામ દિકરીઓને કરીયાવર દરેકના ઘરે પહોંચતો કરી દેવામાં આવ્યો છે. અત્રે ઉલેખનીય છે કે, લગ્ન સ્થળ થી ૩  કિલોમીટર દુર ૪૦૦ વિધામાં પાર્કીંગની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અને આ પાર્કીંગ સ્થળે થી લગ્ન સ્થળે મહેમાનોને લઇ જવા અને લાવવા માટે ૬૦ લકઝરીસ બસો મુકવામાં આવી છે તેમજ ૫૦ વિધામાં લગ્નમંડપ અને ૨૦૦ વિધામાં ભોજનશાળા ઉભી કરવામાં આવી છે.

વર્લ્ડ ગીનીસ બુકમાં નોમીનેશન કરાશે

આ સમુહ લગ્નમાં અંદાજીત ૧૫ લાખથી વધુ લોકો પધારશે જેના માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાંથી ૨૦૦૦ થી વધુ સ્વયંસેવકો સેવા કાર્યમાં જોડાશે. વ્યવસ્થાના ભાગરૂપે મોરબી સહિત સૌરાષ્ટ્રની દિકરીઓના ફેરા તા. ૩૦/૧ ના રોજ યોજાશે અને અમદાવાદ સહિતના વિસ્તારોની દિકરીઓના ફેરા તા. ૩૧/૧ ના રોજ યોજાશે. આ સમૂહલગ્નમાં મોરબી જિલ્લાના ટંકારા, વાકાનેર, હળવદ, માળીયાથી ૧૪૫ દંપતિ પ્રભુતામાં પગલાં માંડશે આ માટે મોરબીના જયેશભાઈ ગોલતર, મોતીભાઈ મુધવા, દાનાભાઈ બાભવા, રૈયા મુધવા, સંજય રાતડીયા સહિતના અનેક આગેવાનો અને કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે






Latest News