હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ મોરબીમાં આજ રાતના સતવારા સમાજ સંગઠન દ્રારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર, રવિવારે રાતના ભારતીય વિચાર મંચ દ્વારા યુવા મંચ કાર્યક્રમનું આયોજન મોરબીમાં ભારતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સ્મશાનની પવિત્ર ભૂમિ ઉપર તિરંગો લહેરાવીને સલામી અપાઈ મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે
Breaking news
Morbi Today

મોરબી એબીવીપી દ્વારા ૨૪ જાન્યુઆરીએ મોટીવેશનલ સ્પીકર જયભાઈ વસાવડા અને કનુભાઈ કરકરની ઉપસ્થિતિમાં સંમેલન યોજાશે


SHARE







મોરબી એબીવીપી દ્વારા ૨૪ જાન્યુઆરીએ મોટીવેશનલ સ્પીકર જયભાઈ વસાવડા અને કનુભાઈ કરકરની ઉપસ્થિતિમાં સંમેલન યોજાશે

મોરબી એબીપી દ્વારા આગામી તા.૨૪ મી જાન્યુઆરીના રોજ 'છાત્ર હુંકાર' સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જાણીતા મોટીવેશનલ સ્પીકર જયભાઈ વસાવડા અને કનુભાઈ કરકર ઉપસ્થિત રહેશે તેમજ સંમેલન બાદ શોભાયાત્રાનું પણ આયોજન એબીવીપી દ્વારા કરવામાં આવેલ છે.

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા જીલ્લા સંમેલન 'છાત્ર હુંકાર 'યોજવા જઈ રહ્યું છે.અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ૯ જુલાઈ ૧૯૪૯ થી વિધાર્થી હિત અને રાષ્ટ્રહિતના કાર્યો કરતું વિશ્વનું સૌથી મોટું વિધાર્થીઓનું સંગઠન છે.૧૨ જાન્યુઆરી એટલે સ્વામીવિવેકાનંદ જન્મજયંતી રાષ્ટ્રીય યુવાદિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે એબીવીપી મોરબી દ્વારા તા.૨૪ જાન્યુઆરીના રોજ મોટી સંખ્યામાં જીલ્લા સંમેલન 'છાત્ર હુંકાર'નું આયોજન કરવામાં આવ્યું છે જે સંસ્કાર બ્લડબેંક ખાતે યૌજાવા જઈ રહ્યું છે.જેમાં જીલ્લાભરમાંથી વિદ્યાર્થીઓ ઉપસ્થીત રહેવાના છે અને જેમાં જીલ્લા સંમેલન અંતગર્ત મોરબી જીલ્લાના વિવિઘ શેક્ષણિક તેમજ સામાજિક પ્રશ્નો ધ્યાને લઇને ABVP મોરબી દ્વારા પ્રસ્તાવ પારિત કરવામાં આવશે.સંમેલનના મુખ્ય વક્તા તરીકે લેખક, મોટીવેશનલ સ્પીકર જયભાઈ વસાવડા અને કનુભાઈ કરકર ઉપસ્થિત રહેશે.સંમેલન બાદ શોભાયાત્રા નીકળશે અને જેમાં એબીવીપીના પ્રદેશ પદાધિકારી સહિત કાર્યકર્તાઓહાજર રહેશે તેમ યાદીમાં જણાવવામાં આવેલ છે.






Latest News