ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્રારા ૩૦ જાન્યુઆરી મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ તેમજ વિશ્વ કુષ્ઠ નિવારણ દિવસ નિમિતે ચિત્ર સ્પર્ધાનું આયોજન


SHARE







મોરબી આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્રારા ૩૦ જાન્યુઆરી મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ તેમજ વિશ્વ કુષ્ઠ નિવારણ દિવસ નિમિતે ચિત્ર સ્પર્ધાનું આયોજન

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ગુજરાત સરકાર) ગાંધીનગર પ્રેરિત આર્ય ભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર ધી વી.સી. ટેક. હાઈસ્કૂલ રૂમ નં ૨૦૨ મોરબી ખાતે આગામી ૩૦ મી જાન્યુઆરી મહાત્મા ગાંધી પુણ્યતિથિ શહીદ દીન (વિશ્વ કુષ્ઠ નિવારણ દિવસ )સ્વચ્છ ભારત અભિયાન નિમિત્તે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવા માં આવ્યું છે મહાત્મા ગાંધીનું સ્વપ્ન "સ્વચ્છ ભારત- સ્વસ્થ્ય ભારત" એ જ સાચી શ્રધ્ધાંજલી છે જેમા કેટેગરી મુજબ સ્લોગન અને  સ્લોગન અનુરુપ ચિત્ર સ્પર્ધાનુ આયોજન કરેલ છે.આ સ્પર્ધામાં ભાગ લેવાં માટે સ્પર્ધકોએ પોતાને અનુકુળ સમય લખીને મોકલી આપવાનો રહેશે. સ્પર્ધા તા.૩૦-૧ ના સવારે ૧૦ થી સાંજના ૪ સુધી યોજાશે. સ્પર્ધકોએ એક કલાકની મર્યાદામાં ભાગ લેવાનો રહેશે."આર્યભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર, ધી વી.સી. ટેક. હાઈસ્કૂલ રૂમ નં. 202 મોરબી ખાતે સ્પર્ધા યોજાશે.

સ્પર્ધામાં કુલ ચાર કેટેગીરી રાખવા માં આવી છે અને તમામે કેટેગરીનાં સ્પર્ધકોએ "સ્વચ્છ ભારત- સ્વસ્થ્ય ભારત" વિષયને અનુરુપ એટલે કે સ્વચ્છતાં અંગે ચિત્ર દોરવાના છે આ સ્પર્ધા માટે જરૂરી ડ્રોઈંગ સીટ "આર્યભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર તરફથી આપવામાં આવશે. સ્પર્ધકોએ કલર, પેન્સીલ રબ્બર જાતે સાથે લાવવાનું રહેશે આ સ્પર્ધાનાં દરેક સ્પર્ધકોને પ્રમાણપત્ર અને કેટેગરી મુજબ શ્રેષ્ઠ ચિત્ર માટે પ્રમાણપત્ર સાથે સિલ્ડ આપવાંમાં આવશે.બહાર ગામનાં સ્પર્ધકોને નિયમાનુસાર એસ. ટી.બસ ભાડુ મળવાપાત્ર છે તે આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી ચુકવશે. સ્પર્ધામાં ભાગ લેવા અને યોગ્ય વ્યવસ્થા માટે સ્પર્ધકોએ નામ, ધોરણ, વ્યવસાય, સ્કૂલ, ગામ  તથા અનુકુળ સમય લખી તા.૨૮-૧ રાત્રીના નવ વાગ્યા સુધીમાં એલ.એમ.ભટ્ટ +મો.98249 12230) અથવા દિપેનભાઈ ભટ્ટ (મો.97279 86386) પૈકી કોઇપણ એક નંબર ઉપર જ મોકલી આપવાના રહેશે.






Latest News