મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીની ત્રાજપર ચોકડી પાસે વાહન અકસ્માતમાં યુવાનનું મોત


SHARE







મોરબીની ત્રાજપર ચોકડી પાસે વાહન અકસ્માતમાં યુવાનનું મોત

મોરબીના સામાકાંઠે ત્રાજપર ચોકડી પાસે તા.૧૭ ના વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં આશરે પાંત્રીસેક વર્ષીય એક અજાણ્યા યુવાનનું મોત નિપજયુ હતું જેથી કરીને તેના ડેડબોડીને પીએમ માટે સિવિલે ખસેડીએ મૃતકના વાલી વારસ શોધવા માટે આગળની તપાસ હાથ ધરાવામાં આવેલ છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર ચોકડી પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમી તા.૧૭ ના બપોરના બારેક વાગ્યાના અરસામાં બનેલ અકસ્માતના બનાવમાં આશરે પાંત્રીસેક વર્ષના અજાણ્યા યુવાનનું મોત નિપજયુ હતું.જેથી કરીને તેના ડેડબોડીને અહીંની સિવિલ હોસ્પિટલે પીએમ માટે ખસેડવામાં આવ્યું હતું.જ્યાંથી હોસ્પિટલ સત્તાવાળાઓ તરફથી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવેલ હોય હાલમાં બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા તથા રાઇટર તપાસ ચલાવી રહ્યા છે હાલ અજાણ્યા યુવાનની ઓળખ થઈ શકેલી ન હોય તે યુવાનની ઓળખ મેળવવા માટે અને તેના વાલી વારસની શોધખોળ કરવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના સામાકાંઠે આવેલ ન્યુ રીલીફ નગર બ્લોક નંબર ૧૫૬ માં રહેતા દર્શિત કલ્પેશભાઈ મકવાણા નામના પાંચ વર્ષના બાળકને મોરબીના શનાળા રોડ સરદાર બાગ સામે ઓમ શાંતિ સ્કૂલ નજીક પગપાળા જતા સમયે અજાણ્યા રીક્ષા ચાલક હડફેટે લેતા ઇજા પહોંચી હોય દર્શિતને અહીંની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના મણાબા ગામના રહેવાસી અજય હરજીવનદાસ નિમાવત નામના ૨૩ વર્ષના યુવાનને મણાબા ગામના પાટીયા પાસેથી બાઇક લઈને જતા સમયે બાઇક પલ્ટી મારી જવાના બનેલ અકસ્માત બનાવમાં ઇજા પહોંચતા સારવારમાં લઈ જવાયો હતો.

બાઈક સ્લીપ થતા ઇજા

ટંકારા તાલુકાના વીરપર ગામે રહેતો મહેશ દિલીપભાઈ ભૂંભરીયા નામનો ૧૧ વર્ષનો બાળક બાઇકમાં બેસીને જતો હતો ત્યારે રસ્તામાં તેમનું બાઈક સ્લીપ થઈ જતા ઇજા પામેલ મહેશને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો. જ્યારે હળવદના રણમલપુર ગામના રહેવાસી મનસુખભાઈ ટપુભાઈ કોળી નામના ૩૯ વર્ષના યુવાનને હળવદથી પરત પોતાના ગામ રણમલપુર જતા સમયે રસ્તામાં બાઇક સ્લીપ થઈ જવાના અકસ્માત બનાવમાં ઇજા પહોંચેલ હોય મનસુખભાઈને સારવાર માટે મોરબી લવાયા હતા






Latest News