મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના જુના ઘૂટું રોડે ઓવરટેક કરવા જતાં કાર ચાલકે રિક્ષાને હડફેટે લેવાથી મુસાફર યુવાનનું મોત


SHARE











મોરબીના જુના ઘૂટું રોડે ઓવરટેક કરવા જતાં કાર ચાલકે રિક્ષાને હડફેટે લેવાથી મુસાફર યુવાનનું મોત

મોરબીના જુના ઘૂટું રોડ ઉપર સોનેટ સીરામીક કારખાના પાસેથી પસાર થતી રીક્ષાનો ઓવરટેક કરવા જતા સમયે કાર ચાલકે રિક્ષાને ઠોકર મારી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ અકસ્માતના બનાવવામાં રિક્ષામાં બેઠેલ યુવાનને શરીર ગંભીર ઇજાઓ થયેલ હતી જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું અને કાર ચાલક તેની કાર મૂકીને ઘટના સ્થળેથી નાસી ગયો હતો જેથી કરીને આ બનાવવામાં હાલમાં મૃતક યુવાનના ભાઈ દ્વારા કારચાલકની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં રામદેવપીરના મંદિર પાસે રહેતા સુનિલભાઈ દેવશીભાઈ સુરેલા જાતે કોળી (ઉંમર ૨૫) એ સ્વિફ્ટ ડિઝાયર કાર નં જીજે ૩૬ એલ ૦૫૨૦ ના ચાલક સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓના મોટાભાઈ મહેશભાઈ ધનજીભાઈ રૂદાતલા (૩૫) જયંતીભાઈની ઓટો રીક્ષા નં જીજે ૩૬ યુ ૦૧૪૩ માં બેસીને મોરબીના જુના ઘૂટું રોડ ઉપર આવેલ સોનેટ સીરામીક કારખાના પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓની રીક્ષાનો કારચાલક ઓવરટેક કરવા માટે જતા સમયે રિક્ષાને હડફેટે લીધી હતી જેથી કરીને જયંતીભાઈને ઇજાઓ થઈ હતી અને ફરિયાદીના ભાઈ મહેશભાઈને શરીરે ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માત સર્જીને કારચાલક પોતાની કારને મૂકીને નાસી ગયો હોય હાલમાં મૃતક યુવાનના ભાઈ દ્વારા કાર ચાલકની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે


મારામારીમાં ઇજા
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ માળિયા વનાળિયા સોસાયટીમાં રહેતા ભરતભાઈ કરસનભાઈ ચાવડા (ઉંમર ૩૫) ને મારામારીના બનાવવામાં ઇજા થઈ હતી જેથી ઇજાગ્રસ્ત હાલતમાં તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મારામારીમાં ઇજા
મોરબીમાં નજરબાગ રેલવે સ્ટેશન સામેના ભાગમાં આવેલ બૌદ્ધ નગર વિસ્તારમાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં નાજા નાગજીભાઈ પરમાર (ઉંમર ૪૨) અને સુરેશ દાનાભાઈ પરમાર (ઉંમર ૩૪) ને ઇજાઓ થયો હોવાથી તે બંનેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News