મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાંથી હદપાર કરેલ શખ્સ લીલાપર રોડે ચાર માળિયામાંથી મળી આવ્યો !


SHARE











મોરબીમાંથી હદપાર કરેલ શખ્સ લીલાપર રોડે ચાર માળિયામાંથી મળી આવ્યો !

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ચાર માળિયામાં રહેતા શખ્સને હદ પાર કરવામાં આવ્યો હતો તેમ છતાં પણ તે શખ્સ મોરબીમાં હોવાની માહિતી મળી હતી જેથી પોલીસ દ્વારા લીલાપર રોડ ઉપર આવેલ ચાર માળિયામાં ચેક કરવામાં આવ્યું હતું ત્યારે ત્યાંથી હદપારીનો ભંગ કરીને મોરબી આવેલ શખ્સ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે તેને પકડીને તેની સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ચાર માળિયા સરકારી આવાસ યોજનામાં રહેતા અકબરભાઈ હાજીભાઈ સમા જાતે સંધિ (૩૬)ની સામે હદ પારિની દરખાસ્ત મોકલવામાં આવી હતી અને તે દરખાસ્તને મંજુર કરવામાં આવી હોવાથી તા ૨૬/૧૧/૨૦૨૨ થી ૬ મહિના સુધી અકબરભાઈ સમાને મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લામાંથી હદ પાર કરવા માટેનો હુકમ કરવામાં આવ્યો હતો જેથી કરીને હદપાર દરમિયાન તેને સુરત ખાતે કામરેજ કાપોદ્રા ચાર રસ્તા પાસે તેના મિત્ર હરભજનસિંહ પાસે પોલીસ મુકી આવી હતી તેમ છતાં પણ આ શખ્સ મોરબીમાં આવ્યો હોવાની માહિતી મળી હતી જેથી મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ સરકારી આવાસ યોજનાના ચાર માળિયામાં ચેક કરવામાં આવતા ત્યાંથી અકબરભાઈ હાજીભાઈ સમા મળી આવતા તેની સામે વધુ એક ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે

અકસ્માતમાં ઇજા
મોરબીના ખાખરેચીથી રાપર ગામના રસ્તા વચ્ચે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ગાંધીધામના રહેવાસી રાજન હરિભાઈ તિવારી (ઉંમર ૩૫) નામના યુવાનને ઇજા થઈ હોવાથી તેને ઈજાગ્રસ્ત હાલતમાં મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં પ્રાથમિક સારવાર આપવામાં આવ્યા બાદ વધુ સારવાર માટે આ યુવાનને રાજકોટની હોસ્પિટલ ખાતે લઈ ગયા હોવાનું જાણવા મળેલ છે

અકસ્માતમાં ઇજા
મોરબીના ઉમિયા નગરમાં આવેલ યોગી એપાર્ટમેન્ટમાં રહેતા મહેન્દ્રભાઈ વસંતભાઈ મહેતા (ઉંમર ૬૦) પોતાનું બાઈક લઈને રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેના બાઈલ આડે ખુટિયો આવ્યો હતો જેથી બાઇકને કંટ્રોલ કરવા જતા બાઇક સ્લીપ થઈ ગયું હતું અને અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં મહેન્દ્રભાઈ મહેતાને ઈજા થઈ હોવાથી તેને મોરબીની આયુષ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News