મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના રાજનગરમાં રહેતો યુવાન ઝેરી દવા પી જતા સારવારમાં


SHARE







મોરબીના રાજનગરમાં રહેતો યુવાન ઝેરી દવા પી જતા સારવારમાં

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ રાજનગર વિસ્તારમાં રહેતો યુવાન કોઈ કારણોસર તેના ઘરે ઝેરી દવા પી ગયો હતો જેથી કરીને તેને હાલમાં બેભાન હાલતમાં અત્રેની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ રાજનગર સોસાયટીમાં રહેતો મેહુલ લક્ષ્મણભાઈ નંદાસણા નામનો ૨૫ વર્ષનો યુવાન તેના ઘરે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી ગયો હતો જેથી કરીને તેને બેભાન હાલતમાં અત્રેની મંગલમ હોસ્પિટલે હાલ સારવારમાં દાખલ કરવામાં આવ્યો છે હાલ મેહુલ નંદાસણા બેભાન હાલતમાં હોવાનું જાણવા મળેલ છે.સીટી એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા આ અંગે આગળની તપાસ ચલાવી રહ્યા છે.

દવા પી જતા યુવાન સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ લાલપર ગામે રહેતો સંદીપ રમેશભાઈ કાવર જાતે પટેલ નામનો ૩૨ વર્ષનો યુવાન કોઈ અગમ્ય કારણોસર તેના ઘરે દવા પી ગયો હોય તેને મોરબીની શુભ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો છે.બનાવને પગલે હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા તાલુકા પોલીસને જાણ કરાતા તાલુકા પોલીસ મથકના જશપાલસિંહ જાડેજાએ પહોંચીને તપાસ હાથ ધરી હતી જોકે હાલ સંદીપભાઈ કાવર બેભાન હાલતમાં હોય કયા કારણોસર તેઓએ ઉપરોકચ પગલું ભર્યું તે દિશામાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

મારામારીમાં ઈજા થતા વૃદ્ધ દંપતી સારવારમાં

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ નવા જાંબુડીયા ગામે નીલકંઠ સીરામીક નજીક રહેતા વૃદ્ધ દંપતિને મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચતા બંનેને સારવાર માટે અત્રેની સિવિલે લાવવામાં આવ્યા હતા.મોરબી તાલુકા પોલીસના જણાવ્યા પ્રમાણે નીલકંઠ સીરામીક નજીક રહેતા સુનિતાબેન મગનભાઈ ડામોર (ઉમર ૫૦) અને મગનભાઈ રૂગીયાભાઈ ડામોર (ઉમર ૫૫) નામના વૃદ્ધ દંપતીને મારામારીના બનાવમાં ઈજા પહોંચતા બંનેને સિવિલે સારવાર માટે લવાયા હતા હાલ બનાવના કારણ અંગે મણીભાઈ ગામેતી દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેમના ભાઈ સાથે બોલાચાલી થયા બાદ મારામારીનો બનાવ બન્યો હોવાની હાલ પ્રાથમિક વિગતો સામે આવી છે.






Latest News