મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

વાંકાનેર બાઉન્ડ્રીના ઓવરબ્રિજ નીચે વરલી જુગારના આંકડા લેતા બે ઝડપાયા


SHARE







વાંકાનેર બાઉન્ડ્રીના ઓવરબ્રિજ નીચે વરલી જુગારના આંકડા લેતા બે ઝડપાયા

વાંકાનેર બાઉન્ડ્રી પાસે ઓવરબ્રિજ નીચે રોડ સાઈડમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની સ્થાનિક પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે વરલી જુગારના આંકડા લેતા બે શખ્સો મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી કુલ મળીને ૧૦,૮૦૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ વાકાનેર તાલુકા પોલીસની ટીમને બાતમી મળી હતી કે, વાંકાનેર બાઉન્ડ્રીના ઓવરબ્રિજ પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવી રહ્યા છે જેથી કરીને સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે વાંકાનેર બાઉન્ડ્રી પાસે બ્રિજ નીચે રોડની સાઈડમાં વરલી જુગારમાં આંકડા લેતા બે શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૧૦,૮૦૦ ની રોકડ કબ્જે કરી હતી અને હાલમાં કિશોરભાઈ વજાભાઈ કોબીયા જાતે કોળી (ઉમર ૩૦) રહે.ખેરડી તાલુકો ચોટીલા અને સનાભાઇ સવજીભાઈ બાવરીયા જાતે કોળી (ઉમર ૪૦) રહે.બામણબોર વાળાઓની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરેલ છે.

ટાઇલ્સ ક્લીનર પી જતા સારવારમાં

મોરબીના સામાકાંઠે સોઓરડી પાછળ આવેલ ઉમિયાનગર વિસ્તારમાં દશામાઁના મંદિર પાસે રહેતા ભરતભાઈ હીરાભાઈ સોલંકી નામના ૪૦ વર્ષના યુવાને તેના ઘેર બાથરૂમ સાફ કરવાનું કોઈ ક્લિનિક પી લેતા તેને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો જેથી સિવિલ હોસ્પિટલ દ્રારા જાણ કરવામાં આવતા સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા બનાવના કારણ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે. જ્યારે મોરબીના લખધીરવાસ ચોક નજીક રહેતા કરણ દિલીપભાઈ પીઠડીયા નામના ૨૫ વર્ષના યુવાને તેના ઘેર ફીનાઇલ પી લેતા તેને સારવાર માટે સિવિલે લઈ જવામાં આવ્યો હતો.બનાવને પગલે હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા જાણ કરવામાં આવતા સીટી એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયાએ તપાસ હાથ ધરતા ખુલ્યું હતું કે, કરણે તેના મિત્ર પાસેથી હાથ ઉંછીના પૈસા લીધા હોય અને તે બાબતે બંને મિત્રો વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયો હતો તે વાતનું મનમાં લાગી આવતા કરણે ઉપરોક્ત પગલું ભરી લીધું હતું જેથી તેને સારવારમાં લઇ જવાયો છે.






Latest News