ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકામાં દારૂ ભરેલ ટ્રક મોકલાવનારા રાજસ્થાનીની ધરપકડ


SHARE







વાંકાનેર તાલુકામાં દારૂ ભરેલ ટ્રક મોકલાવનારા રાજસ્થાનીની ધરપકડ

વાંકાનેર તાલુકા પો.સ્ટે.ના ઇંગ્લીશ દારૂના ગુનામાં છેલ્લા બે વર્ષથી આરોપી નાસતો ફરતો હતો અને આ આરોપી રાજસ્થાન રાજય વાળાની નડીયાદ-વડોદરા એક્ષપ્રેસ-વે ઉપરથી ધરપકડ કરેલ છે અને પોલીસે નાસતા ફરતા આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબી જિલ્લાના અસપી રાહુલ ત્રિપાઠીની સૂચના મુજબ જીલ્લામાં કામ કરવામાં આવી રહ્યું છે ત્યારે અલસીબીના ઈન્ચાર્જ પીઆઇ કે.જે.ચૌહાણ અને તેની ટીમ આરોપીઓને પકડવા માટે કામ કરી રહી છે ત્યારે પેરોલ ફર્લો સ્કોડના જયવંતસિંહ ગોહીલ, પૃથ્વીરાજસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડાને ખાનગી રાહે હકિકત મળેલ હતી કે, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં બે વર્ષ પહેલા નોંધાયેલ ઇંગ્લીશ દારૂની હેરાફેરીના ગુનામાં જથ્થો ભરેલ ટ્રક મોકલનાર નાસતો ફરતો આરોપી મુકેશ સોહનલાલ જયાની જાતે જાટ રહે. મલસીસર તાલુકો ભાદરા (રાજસ્થાન) વાળો રાજસ્થાન રતનપુર બોર્ડર થઇ નડીયાદ-વડોદરા એક્ષપ્રેસ-વે તરફ ટ્રક લઇ આવે છે જેથી કરીને પૃથ્વીરાજસિંહ જાડેજા સાથે પોલીસ ટીમ બનાવી નડીયાદ-વડોદરા એક્ષપ્રેસ-વે ખાતે ઉપરોકત આરોપીની વોચ તપાસ કરતા હતા ત્યારે આરોપી મુકેશ સોહનલાલ યુનીરામજી જયાની જાતે જાટ (૨૬) રહે. મલસીસર તાલુકો ભાદરા (રાજસ્થાન) વાળો મળી આવેલ હતો જેથી તેને પકડીને હાલમાં વાંકાનેર તાલુકા પોલીસને હવાલે કરવામાં આવેલ છે 






Latest News