મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી નજીકના મોટી વાવડી ગામે ભારત વિકાસ પરિષદનું પારિવારિક સ્નેહ મિલન યોજાયું


SHARE











મોરબી નજીકના મોટી વાવડી ગામે ભારત વિકાસ પરિષદનું પારિવારિક સ્નેહ મિલન યોજાયું

ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા મોરબી સિરામિક એસોશિયનના પ્રમુખ હરેશભાઈ બોપલિયાનો સન્માન સમારોહ તેમજ ભારત વિકાસ પરિષદના સભ્યો માટે પારિવારિક સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબીના મોટી વાવડી ગામે પાસે આવેલ માતૃ કૃપા ફાર્મહાઉસ ખાતે આ કાર્યક્ર્મ રાખવામા આવ્યો હતો જે અંતર્ગત ભારત વિકાસ પરિષદના સભ્યો દ્વારા કરાઓકે સિંગિંગ કાર્યક્રમનું આયોજન કરેલ હતું જેમાં શાખાના દરેક સભ્યો તેમજ બાળકો દ્વારા ખૂબ સરસ રીતે અલગ અલગ ગીત રજૂ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં મહેમાન તરીકે આરએસએસ  મોરબી જિલ્લા પ્રચાર પ્રમુખ રાજેશભાઇ બદ્રકીયાસંસ્કૃત ભારતીના પ્રમુખ કિશોરભાઈ શુકલસીમા જાગરણ મંચના સહ સંયોજક હિરેનભાઈ વિડજા તેમજ વિશ્વ હિન્દુ પરિષદના ગ્રામ્ય કક્ષાના અધ્યક્ષ પુષ્પરાજસિંહ જાડેજા તેમજ બજરંગ દળના કાર્યકર્તાઓ હાજર રહીને સભ્યોને ઉત્સાહ પૂરો પાડ્યો હતો ભારત વિકાસ પરિષદના આ કાર્યક્રમમાં મોરબી શાખાના ઉપપ્રમુખ અને મોરબી સિરામિક એસોશિયનના પ્રમુખ હરેશભાઈ બોપલિયાનું ભારત વિકાસ પરિષદના પારિવારિક સભ્યો દ્વારા પુસ્તકપુષ્પ વડે અદકેરું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ આ કાર્યક્રમમાં શાખાના વિકાસ અને ઉત્કર્ષ માટે રાજેશભાઇ બદ્રકિયાડૉ જયેશભાઇ પનારાડો મનુભાઈ કૈલા દ્વારા  માર્ગ દર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સફળ સંચાલન પરેશભાઈ મિયાત્રા દ્વારા કરવામાં આવેલ હતું આ કાર્યક્રમને સફળ બનાવવાં માટે પ્રમુખ જયેશભાઇ પનારામંત્રી અશ્વિનભાઈ રાઠોડઉપપ્રમુખ મનુભાઈ કૈલાખજાનચી ચિરાગભાઈ હોથીસહમંત્રી મનહરભાઈ કુંડારિયાસંગઠન મંત્રી દિલીપભાઈ પરમારસંયોજક વિશાલભાઈ બરાસરાહિંમતભાઈ મારવાણિયાપ્રચાર પ્રસાર પંકજભાઈ ફેફરહરદેવભાઈ ડાંગરચેતનભાઈ સાણંદીયાવિનુભાઈ મકવાણાદિનેશભાઇ હૂંબલરાકેશભાઈહિરેનભાઈયોગેશભાઈકેયૂરભાઈએ જહેમત ઉઠાવી હતી






Latest News