મોરબીમાં દારૂના ૩૬ ચપલા સાથે બે પકડાયા, એકની શોધખોળ ચાલુ ટંકારાના ગણેશપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ યોજાયો ખાનગી વીજ કંપનીની દાદાગીરી સામે મહાઆંદોલન: ખેડૂત હક અધિકાર પગપાળા ન્યાય યાત્રા મોરબી જીલ્લામાં પણ આવશે મોરબી નજીક ડમ્પરમાં કાર ઘૂસી જતાં બે યુવાનના મોત: મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે રોંગ સાઈડમાં આવેલ ડમ્પર ચાલકે બાઈકની હડફેટે લેતા આધેડનું મોત હળવદના દેવળીયા ગામે સ્કૂલેથી છૂટીને ઘરે જતી પાંચ છોકરીઓને બુલેટ ચાલકે હડફેટે લેતા એકનું મોત, ત્રણને ઇજા: ગુનો નોંધાયો મોરબીમાં રોડની સફાઈ માટે મહાપાલિકામાં અરજી કર્યાનો ખાર રાખીને યુવાન અને તેના પિતા-ભાઈને ચાર શખ્સોએ માર માર્યો: 17,000 રૂપિયા પડાવી લીધા! મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં અદાણી કંપનીની તાનાશાહી અને ખેડૂતોની લાચારીને ઉજાગર કરતું નાટક રજૂ કરાયું
Breaking news
Morbi Today

વાંકાનેરના સરતાનપર રોડે કારખાનાના લેબર ક્વાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત


SHARE











વાંકાનેરના સરતાનપર રોડે કારખાનાના લેબર ક્વાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ કારખાનાના લેબર ક્વાર્ટરમાં યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી યુવાને ક્યાં કારણોસર આપઘાત કરેલ છે તે દિશામાં તપાસ શરૂ કરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ યુપીના કાનપુર જિલ્લાના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકામાં સરતાનપર રોડ ઉપર આવેલ મોટો સ્લીમ સીરામીક કારખાનામાં મજૂરી કામ કરતા અને લેબર કોલોનીમાં રહેતા અંકુશ નંદકિશોર (ઉંમર ૨૫) નામના યુવાને પોતાના લેબર ક્વાર્ટરમાં કોઈ અગમ્ય કારણોસર પ્લાસ્ટિકની દોરી વડે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને આ બનાવવાની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

દેશી દારૂ

વાંકાનેર તાલુકાના તરકીયા ગામની સીમમાં વિહાભાઇ લખમણભાઇ કોળીની કબજા ભોગવટા વાળી વાડીના શેઢે આવેલ ઓરડીમાં પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાંથી દેશી દારૂ બનાવવા માટે થઈને ઉપયોગમાં લેવામાં આવતો ૧૮૦ લીટર આથો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૩૬૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી વિહાભાઇ લક્ષ્મણભાઈ કોળી રહે. તરકીયા વાળા હાજર ન હોવાથી તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોધીને તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે






Latest News