ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીના પીપળી ગામ પાસે કારખાનામાંથી મશીન સહિત ૯.૨૫ લાખના મુદામાલની ચોરી


SHARE







મોરબીના પીપળી ગામ પાસે કારખાનામાંથી મશીન સહિત ૯.૨૫ લાખના મુદામાલની ચોરી

મોરબીના જેતપર ઉપર આવેલ પીપળી ગામ પાસે કારખાનામાંથી આઠ લાખની કિંમતનું મશીન તેમજ અન્ય મુદ્દામાલ મળીને ૯.૨૫ લાખના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને કારખાનેદાર દ્વારા હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ મોટા બણુગાર ગામના રહેવાસી અને હાલમાં મોરબીના રવાપર રોડ ઉપર નીતિન પાર્કમાં રહેતા જીતેન્દ્રભાઈ અરજણભાઈ ભેસદડિયા જાતે પટેલ (ઉંમર ૪૦) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્ય શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે મોરબીના જેતપર રોડ ઉપર પીપળી ગામ સામે શ્રીરામ પેપર ઇન્ડસ્ટ્રીઝ નામનું કારખાનું તેઓનું આવેલ છે જે તા. ૭/૧ ના રાતના આઠ વાગ્યાથી લઈને બીજા દિવસે સવારે ૯ વાગ્યા સુધી બંધ હતું દરમિયાન કોઈ અજાણ્યા ચોર દ્વારા કારખાનામાં પ્રવેશ કરવામાં આવ્યો હતો અને કારખાનામાંથી ગજાનંદ એન્જિનિયર વર્કનું સ્લીટિંગ મશીન જેની કિંમત આઠ લાખ રૂપિયા, મશીનને કંટ્રોલ કરવાની એસી ડ્રાઇવ જેની કિંમત ૨૫૦૦૦ અને મશીનને લગાડવાની પાંચ ડાય જેની કિંમત ૧ લાખ આમ કુલ મળીને ૯.૩૫ લાખ ની કિંમતના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને જીતેન્દ્રભાઈ ભેસદડીયા દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News