ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબી અને વાંકાનેરમાંથી જુદાજુદા બે બાઈકની ચોરી


SHARE







મોરબી અને વાંકાનેરમાંથી જુદાજુદા બે બાઈકની ચોરી

મોરબીના રવાપર ઘૂનડા રોડ ઉપર આવેલ ગોરસ ડેરી સામે પાર્ક કરેલ બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે તેવી જ રીતે વાંકાનેરના ગુલશન પાર્કના મેઈન રોડ ઉપરથી પણ એક બાઈકની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા બે યુવાન દ્વારા મોરબી અને વાંકાનેરમાં બાઈક ચોરીની જુદીજુદી બે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુના નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ ગોરસ ડેરી ફાર્મ સામેના ભાગમાં મોરબીના રવાપર ગામે યોગીરાજ એપાર્ટમેન્ટમાં રહેતા હાર્દિકભાઈ જયસુખભાઈ લાડાણી જાતે પટેલ (ઉંમર ૩૧)એ પોતાનું બાઈક નં જીજે ૩૬ એ ૦૯૫૯ પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ૬૦ હજાર રૂપિયાની કિંમતનું બાઈક કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયો હોવા અંગેની ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

તો વાંકાનેરમાં આવેલ ગુલશન પાર્કના મેઈન રોડ ઉપર ચૌધરી ટેઇલસની બાજુમાં આવેલ તાજ ટેઇલસ નામના કારખાના સામે બાઈક નં જીજે ૩ ઇજી ૧૩૩૪ પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સે ચોરી કરેલે હોય ૨૦૦૦૦ રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હોવા અંગેની વાંકાનેરના ચંદ્રપુર ગામે રહેતા અયુબભાઈ અમીનભાઈ ચૌધરી જાતે મોમીન (ઉંમર ૫૫) એ ફરિયાદ નોંધાવતા વાંકાનેર સિટી પોલીસે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News